AAP ધારાસભ્ય ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી, સાંસદ મનસુખ વસાવાને આપશે ટક્કર

by ND
AAP MLA Chaitar Vasava, News Inside

Election 2024| ગુજરાતના એક દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓ સાંસદ મનસુખ વસાવાને ટક્કર આપી શકે છે. કેજરીવાલે લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની તૈયારીઓ કરી લીધી છે.

લોકસભાની ચૂંટણી આવતા જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફરી બેઠી થઈ છે. ગઈકાલે પાર્ટી દ્વારા કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ મોટી જાહેરાત કરી છે. આપ ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી પણ લડશે. કેજરીવાલે લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ તૈયારી કરી લીધી છે. તેઓ સાંસદ મનસુખ વસાવાને સીધી ટક્કર આપશે. આ ઉપરાંત બારડોલી, વલસાડ અને દાહોદ બેઠક ઉપર પણ આપ લોકસભા ચૂંટણીમાં દાવેદારી નોંધાવશે. તેમજ છોટાઉદેપુર અને જુનાગઢ બેઠકની પણ માંગણી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી રાજકારણમાં મોટા મોટા ધડાકા કરી રહી છે. ગઈકાલે જ કોંગ્રેસ અને આપના ગઠબંધનથી જાહેરાત કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પહેલા ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે અનેકવાર મતભેદો સર્જયા છે. ચૈતર વસાવાએ અગાઉ જાહેરમાં ડિબેટ માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો. મનસુખ વસાવાએ પડકારનો સ્વીકાર કરતાં ડિબેટ કરવા આમંત્રણ આપ્યું હતું. મનસુખ વસાવાએ ટ્વીટ કરીને ચૈતર વસાવાને આમંત્રણ પણ આપ્યું હતું.

ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી
ચૈતર વસાવા લોકચહેરો ગણાય છે. ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીને ભવ્ય જીત અપાવનાર ધારાસભ્ય ચૈતર વસાવા જીત બાદ ઘણા ચર્ચામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ જે પાંચ બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યો, તેમાં ચૈતર વસાવાની ડેડિયાપાડા બેઠક સામેલ છે. જેમાં ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા હતા. નર્મદા જિલ્લાના એક નાનકડા ગામના એક યુવાને ડેડીયાપાડા વિધાનસભા સીટ પર ઇતિહાસ રચી દીધો હતો. ગરીબ ઘરના ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળી અને તેઓએ વિધાનસભાની ચૂંટણીમાં લોકચાહના એવી મેળવી કે ઇતિહાસ રચાઈ ગયો. એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવાએ એક લાખ મત મેળવી ભાજપ કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતા 34 હજાર લીડથી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. નર્મદા જિલ્લાના ઇતિહાસમાં 1 લાખ મત આજદિન સુધી કોઈને નથી મળ્યા. ચૈતર વસાવા વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં લોકો આવ્યા હોય અને તેમના કામ ના થાય, યોજનાઓનો લાભ ના મળે તે માટે લોકોની સેવા કરતા. ચૈતર વસાવા ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બનતા લોકોએ વધાવી લીધા છે.

Related Posts