હાઇકમાન્ડ,રૂપાલા અંગે અંતિમ નિર્ણય 48 કલાકમાં લઇ શકે છે

by ND
હાઇકમાન્ડ,રૂપાલા અંગે અંતિમ નિર્ણય 48 કલાકમાં લઇ શકે છે

3 એપ્રિલેના રોજ અમદાવાદમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પણ ક્ષત્રિયોએ કહ્યું કે, એક જ વાત રૂપાલાને ઉમેદવારી પાછી ખેંચાવો. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહી દીધું હતું કે,હવે પાર્ટી નિર્ણય લેશે.

10 દિવસથી ચાલી રહેલા રૂપાલા-ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદમાં 3-3 વખત રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હતી. પરંતુ ક્ષત્રિય સમાજ ટસનોમસ ન થતા હાઇકમાન્ડની સમગ્ર મામલા ઉપર નજર છે. હવે હાઇકમાન્ડ આ મામલો અહીંયાજ પૂરો કરવા તત્પર હોય એવું લાગી રહ્યું છે.

આ અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, રૂપાલાની ઉમેદવારી અંગે 48 કલાકમાં અંતિમ નિર્ણય લેવાઈ જશે. આગામી બે દિવસમાં જ આ મામલો થાળે પાડી દેવાની તૈયારી કરી લેવાઈ છે અને તેના માટે જરૂરી તમામ સોગઠા ગોઠવાઈ રહ્યા છે. રાજપૂતોના ગુસ્સાની જાળ રાજસ્થાન અને યુપી સુધી પહોંચી છે. નુકસાન વધશે તો રૂપાલા પોતે જ ખસી જાય તો આશ્ચર્ય નહીં થાય.

હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, રૂપાલાને હાઇકમાન્ડમાંથી સૂચના આપવામાં આવશે કે, તમે જાતે જ ચૂંટણી લડવા તૈયાર નથી અને તે અંગેની સોશિયલ મીડિયા પર જાહેરાત કરાવવામાં આવે એવી પૂરી શક્યતા છે. આમ રૂપાલા જ નિર્ણય લેશે.

Related Posts