અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર ૬૦ વર્ષના આરોપી દલપતભાઇ ઉર્ફે દીલીપ વઢીયારીને સ્પેશિયલ પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવીને “અંતિમ શ્વાસ સુધીની સખત આજીવન કેદ”ની સજા ફટકારી છે. સાથે જ આરોપીને રૂ. ૫૦,૦૦૦નો દંડ પણ કરવામાં આવ્યો છે.
ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી:
આ ઘટના ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બની હતી, જ્યારે આરોપીએ બાળકીને લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ધવને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધરપકડ કરી હતી.
પોલીસે માત્ર ૫૭ દિવસના ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી હતી.
સરકારી વકીલ ડી.એમ.ઠાકોર અને કે.જી.જૈનની ધારદાર દલીલોને આધારે કોર્ટે ૨૯ મે, ૨૦૨૬ના રોજ આ કડક સજા સંભળાવી છે.
આ ચુકાદો ગુજરાત પોલીસ અને ન્યાયતંત્રની બાળ સુરક્ષા પ્રત્યેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને સાર્થક કરે છે.