‘નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી’ અભિયાન: ઝોન-૭ પોલીસની સપાટો બોલાવતી કામગીરી, એક જ રાતમાં NDPS એક્ટ હેઠળ ૪ કેસ કરી લાખોનો મુદ્દામાલ ઝડપ્યો

by Bansari Bhavsar

​અમદાવાદ, તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૬

​શહેરના યુવાનોને નશાની લતના રવાડે ચડતા અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૧) દ્વારા શરૂ કરાયેલા ‘નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી’ અભિયાન અંતર્ગત ઝોન-૭ પોલીસે નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરી છે. નશીલા પદાર્થોના વેચાણ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી, નાયબ પોલીસ કમિશનર (ઝોન-૭) શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી ખાસ NDPS ડ્રાઇવમાં પોલીસે એક જ રાતમાં કુલ ૪ સફળ કેસ શોધી કાઢી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી ઝોન-૭ ના એમ-ડિવિઝન અને એન-ડિવિઝનના ACP, તમામ પોલીસ સ્ટેશનના PI તેમજ LCB ઝોન-૭ ના PSI એચ.ડી. વાઘેલા અને તેમની ટીમે સંયુક્ત રીતે સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ કામગીરીમાં LCB ઝોન-૭ ની ટીમે ૩ અને વેજલપુર પોલીસે ૧ કેસ મળી કુલ ૪ ગુના દાખલ કરી ૫ આરોપીઓની ધરપકડ કરી છે.

​ઝડપાયેલા કેસ અને મુદ્દામાલની વિગતવાર માહિતી:

​૧. આનંદનગર પોલીસ સ્ટેશન: પ્રતિબંધિત કફ સીરપનો મોટો જથ્થો ઝડપાયો

​પકડાયેલા આરોપીઓ: પાવન ભરતભાઈ સોની (ઉં.વ. ૩૨, રહે. કનકકલા વિભાગ-૧, આનંદનગર) અને મહેબુબ ઈબ્રાહીમભાઈ ખલીફા (ઉં.વ. ૩૪, રહે. અંજુમ કોલોની, વેજલપુર).

​જપ્ત મુદ્દામાલ: સીલબંધ કફ સીરપની ૪૮૦ બોટલ (કિં. રૂ. ૫,૬૪,૭૨૦/-), ૪ મોબાઇલ ફોન (કિં. રૂ. ૧,૮૦,૦૦૦/-), રોકડા રૂ. ૧૭,૬૦૦/- અને એક સેન્ટ્રો કાર (કિં. રૂ. ૧,૦૦,૦૦૦/-) સહિત લાખોની મત્તા કબજે કરાઈ છે.

​૨. વેજલપુર પોલીસ સ્ટેશન: કફ સીરપની હેરાફેરીનો પર્દાફાશ

​પકડાયેલ આરોપી: ઇમરાન નજીર અહેમદ મંસુરી (ઉં.વ. ૪૮, રહે. અમીન ડૂપ્લેક્ષ, ફતેવાડી, વેજલપુર).

​જપ્ત મુદ્દામાલ: સીલબંધ કફ સીરપની ૬૯ બોટલ (કિં. રૂ. ૮૧,૧૭૮.૫૦/-), ૧ મોબાઇલ (કિં. રૂ. ૧૦,૦૦૦/-), એક ઓટો રિક્ષા (કિં. રૂ. ૭૦,૦૦૦/-), રોકડા રૂ. ૧,૧૬૦/- અને એક સેન્ટ્રો કાર (કિં. રૂ. ૧,૦૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૨,૬૨,૩૩૮.૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

​૩. વેજલપુર પોલીસ સ્ટેશન: ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

​પકડાયેલ આરોપી: મેહરાબખાન ઉર્ફે મેહતાબખાન ઐયુબખાન પઠાણ (ઉં.વ. ૨૮, રહે. ગુલબરનગર, ફતેહવાડી કેનાલ).

​જપ્ત મુદ્દામાલ: આરોપી પાસેથી ૪૨૭ ગ્રામ ગાંજો (કિં. રૂ. ૨૧,૩૫૦/-) કબજે કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

​૪. વાસણા પોલીસ સ્ટેશન: ગેરકાયદેસર ગાંજા સાથે આરોપી પકડાયો

​પકડાયેલ આરોપી: ઈર્શાદઅલી ઉર્ફે શાહરૂખ અસ્મતઅલી સૈયદ (ઉં.વ. ૩૭, રહે. ફૈઝાન રો-હાઉસ, ધોબીઘાટ, ફતેવાડી, વેજલપુર).

​જપ્ત મુદ્દામાલ: ૯૭ ગ્રામ ગાંજો (કિં. રૂ. ૪,૮૫૦/-), રોકડા રૂ. ૨,૬૫૭/- તેમજ અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૭,૫૦૭/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લેવામાં આવ્યો છે.

​ઝોન-૭ પોલીસની આ ત્વરિત અને કડક કાર્યવાહીથી સ્થાનિક નશાના સોદાગરો અને પેડલર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Related Posts