- મહિલા પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી
- પલાળી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા
- વાસણમાં આવેલા પોતાના ઘરે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- આત્મહત્યાનું કારણ અકબંધ
અમદાવાદ: પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલએ ગળે ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું. વાસણ વિસ્તારમાં ખાતે આવેલા પોતાના ઘરમાં પોલીસ મહિલા કર્મચારીએ આત્મહત્યા કર્યાં હોવાની માહિતી અધિકારીઓને જાણ થતા જ સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પોહચી તપાસ શરુ કરી હતી. પરંતુ હજુ સુધી આત્મહત્યા કરવાનું કારણ અકબંધ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લલીતાબેન પરમાર વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં રહેતા હતા. લલિતાબેને કોઈ અંગત કારણોસર ગઈકાલે પોતાના ઘરે ગળાફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. હાલ મૃતક પોલીસકર્મીના મૃતદેને અંતિમવિધિ માટે તેમના વતન લઈ જવામાં આવી રહ્યા છે અને આ કેસમાં તપાસ હાથ ધરી છે. જો કદાચ કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળશે તો તુરંત તેમાં કાર્યવાહી કરવામાં આવશે.