પોલીસ-બુટલેગરની જય-વીરુ જેવી મિત્રતા

હેડ કોન્સ્ટેબલે પોતાના જ ઘરે થર્ટી ફસ્ટનો સ્ટોક સંતાડ્યો, LCBને કહ્યું- 'ભાઇબંધની શરમમાં દારૂનો જથ્થો મૂકવા દીધો

by ND

બાતમી મળતાં LCBએ રેડ કરી
આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં કલાલ પીપળમાં રહેતો મોહસીનિયા લિયાકતિયા ઉર્ફે એલ.કે. મલેક બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના માણસો મોઇનિયા મુનાફમિયા મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવરમિયાં મલેક (બંને રહે. શેરપુરા, પેટલાદ) મારફતે પેટલાદ-સુણાવ રોડ પર રંગાઇપુરા, પંચવટી પાર્ક, વાડિયા વિસ્તારમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ જશભાઈ મકવાણાના ઘરે ઉતારેલ હોવાની બાતમી આણંદ LCB પોલીસને મળી હતી.

પોલીસ-બુટલેગરની જય-વીરુ જેવી મિત્રતા:

પોલીસ-બુટલેગરની જય-વીરુ જેવી મિત્રતા:બાતમી મળતાં LCBએ રેડ કરી
આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં કલાલ પીપળમાં રહેતો મોહસીનિયા લિયાકતિયા ઉર્ફે એલ.કે. મલેક બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના માણસો મોઇનિયા મુનાફમિયા મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવરમિયાં મલેક (બંને રહે. શેરપુરા, પેટલાદ) મારફતે પેટલાદ-સુણાવ રોડ પર રંગાઇપુરા, પંચવટી પાર્ક, વાડિયા વિસ્તારમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ જશભાઈ મકવાણાના ઘરે ઉતારેલ હોવાની બાતમી આણંદ LCB પોલીસને મળી હતી.

હેડ કોન્સ્ટેબલ સુનિલ જશભાઈ મકવાણા.

22 ડિસેમ્બરે દારૂનો જથ્થો ઉતાર્યો હતો
પોલીસે આ દારૂના જથ્થા બાબતે પકડાયેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, બુટલેગર મોહસીનિયા લિયાકતિયાનાં માણસો મોઇનિયા મુનાફર્મીયા મલેક અને તોસીફ મલેક ગત તારીખ 22 ડિસેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે સફેદ કલરની સ્વિફ્ટ ગાડી લઈને મારા ઘરે આવ્યા હતા અને આ વિદેશી દારૂનો જથ્થો બે-ત્રણ દિવસ માટે કોઈને વહેમ ના જાય તે માટે મારા ઘરે સાચવવા મૂકવા કહ્યું હતું. તેઓ મારા સારા મિત્ર થતા હોવાથી મેં શરમમાં મારા ઘરે આ દારૂનો જથ્થો મૂકવા દીધો હોવાનું કબૂલ્યું છે. જેના આધારે પોલીસે પકડાયેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણા તેમજ દારૂનો જથ્થો આપનાર મોહસીનિયા લિયાકતિયા મલેક, મોઇનમિયાં મુનાફમિયા મલેક અને તોસીફ મલેક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts