અમદાવાદ:
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રીના હુકમ અને માર્ગદર્શન હેઠળ આજે તા. ૦૫/૧૧/૨૦૨૩ ના રોજ અમદાવાદ શહેરમાં નવા હંસપુરા પોલીસ સ્ટેશન ની શરૂઆત કરવામાં આવી છે.
આ નવનર્મિત પોલીસ સ્ટેશન પાણી પુરવઠા બોર્ડની કચેરી, વસંત વિહાર વિભાગ-૨ ની બાજુમાં, નવા નરોડા પાંજરાપોળ પાસે કાર્યરત કરવામાં આવ્યું છે. નાગરિકોની સુવિધા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર અને ઈમેલ આઈડી નીચે મુજબ છે:
મોબાઈલ નં: 9274372992, 079 2991015
ઈમેલ આઈડી: Polstn-hans-ahd@gujarat.gov.in
હંસપુરા પોલીસ સ્ટેશનની હદ (વિસ્તાર):
આ નવા પોલીસ સ્ટેશન હેઠળ નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે:
નરોડા દહેગામ સર્કલથી નરોડા સ્મશાન સુધી
નરોડા સ્મશાનથી કેનાલ પર નવા બનેલા રોડ સુધી
કેનાલ પર નવા બનેલા રોડથી રાજીવ પાર્ક કેનાલ સુધી
રાજીવ પાર્ક કેનાલથી બાપા સીતારામ ચોક સુધી
બાપા સીતારામ ચોકથી શુકન ચાર રસ્તા સુધી
શુકન ચાર રસ્તાથી ભક્તિ સર્કલ સુધી
ભક્તિ સર્કલથી રીંગરોડ અને રીંગરોડથી દહેગામ સર્કલ સુધીનો વિસ્તાર