અમદાવાદ: સરદારનગરમાંથી રૂ. ૧.૬૫ લાખનો વિદેશી દારૂ જપ્ત, મહિલા આરોપીની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સેલ (PCB) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની શીલબંધ બોટલ તથા બીયરના ટીન મળી કુલ ૧,૧૫૨ નંગ બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂ. ૧,૬૫,૦૦૦/- થાય છે.

આ દરોડો સરદારનગર વિસ્તારમાં પકડાયેલ આરોપી અફસાનાબાનુ અબ્દુલસલીમ શેખના રહેઠાણ મકાનના પ્રથમ માળે પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં અફસાનાબાનુ શેખ (ઉં.વ. ૩૧)ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે આરોપીઓ ઇમ્તીયાઝ ઉર્ફે કાલીયો (રહે. નરોડા પાટિયા) અને ઘાંચી ઉર્ફે લમ્બુ (રહે. મસ્જીદની ચાલી, નરોડા પાટિયા) ફરાર થઈ ગયા હતા.

પોલીસે જપ્ત કરેલ દારૂનો જથ્થો અને ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

Related Posts