વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને પરિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

by Bansari Bhavsar

વલસાડ-ડાંગના લોકસભાના દંડક અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને તેમના પરિવારે દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ ધવલભાઈ પટેલના પત્ની શ્રીમતી સુપ્રિયા પટેલ, પુત્ર યુગમ પટેલ અને પુત્રી શ્રીજા પટેલ પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ સાંસદ ધવલભાઈ પટેલની પુત્રી શ્રીજાને ખૂબ વહાલ કર્યું અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. સાંસદ ધવલભાઈ પટેલે તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલા કામોનો રિપોર્ટ કાર્ડ વડાપ્રધાનને રજૂ કર્યો હતો. વડાપ્રધાને તેમની કામગીરીની પ્રશંસા કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

આ મુલાકાત દરમિયાન સાંસદ ધવલભાઈ પટેલે તેમના મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યો અંગે વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

Related Posts