નિકોલ પોલીસની ઉંઘ ઉડી: પીસીબીએ ઝડપ્યો લાખોનો દારૂ, તપાસના ધમધમાટ શરૂ!

પોલીસની નિષ્ક્રિયતા કે મીઠી નજર?: પીસીબીએ પકડ્યો લાખોનો દારૂ, નિકોલ પોલીસ પર સવાલ!

by Bansari Bhavsar

અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાણે રામરાજ્ય હોય તેમ નિકોલ પોલીસ આરામ ફરમાવી રહી હતી, અને પીસીબીએ દાસ્તાન સર્કલ પાસે એક કન્ટેનરમાંથી 43 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

શું નિકોલ પોલીસને ખબર પણ હતી કે તેમના વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો ઘૂસી રહ્યો છે? કે પછી તેઓ ‘ગાંધીના ગુજરાત’માં દારૂબંધીના સપના જોવામાં મશગૂલ હતા?

ગુજરાતમાં દારૂ ક્યાંથી અને કેવી રીતે આવે છે તે તો જગજાહેર છે, ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનના સાહેબોને આ વાતની ગંધ પણ ન આવી તે નવાઈની વાત છે. કદાચ, નિકોલના પીઆઈ સાહેબ પોતાના બુટલેગરોને એટલા પ્રેમથી સાચવે છે કે તેઓને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખે છે!

પીસીબીએ અણદારામ જાટ નામના ડ્રાઈવરને પકડીને નિકોલ પોલીસને સોંપ્યો છે. હવે જોવાનું એ છે કે નિકોલ પોલીસ આ કેસમાં કેટલું ઊંડું ઉતરે છે અને કોને કોને બચાવે છે!

નિકોલ પીઆઈની સાર સંભાળ રાખનાર અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને પણ નથી ખબર કે નિકોલની હદમાં દારૂ આવ્યો છે? શું વાત કરો છો સાહેબ? આટલી મોટી વાત અને તમને ખબર પણ નહિ?

મુદ્દામાલની વિગત:

* ભારતીય બનાવટની વિદેશી દારૂની ૫૯૭ પેટીઓ (૧૮,૩૦૦ બોટલ): ૪૩,૮૩,૧૩૨/-

* કન્ટેનર ગાડી નંબર H.R.38 T 2351: ૩૦,૦૦,૦૦૦/-

* રોકડા રુપીયા ૨૨૦/-

* મોબાઇલ ફોન નંગ ૩: ૩૦,૦૦૦/-

* બીલ્ટી નંગ ૧: ૦૦/-

* કુલ મુદ્દામાલ: ૭૪,૧૩,૩૫૨/-

આરોપી:

* અણદારામ સ/ઓ મંગળારામ હરદાનરામ જાટ (ઉં.વ.૨૭, રહે. આદર્શ દિપારામ મુઢણ નગર ગામ ખરેન્ટીયા તા.સિણધરી જી.બાલોત્તરા રાજસ્થાન)

વોન્ટેડ આરોપી:

* વિદેશીદારુનો જથ્થો મોકલનાર રણદીપ (રહે.ઉદેપુર રાજસ્થાન ૧)

* વિદેશીદારુનો જથ્થો મગાવનાર

* તપાસમાં નીકળે તે તમામ

તારીખ: ૨૯/૦૩/૨૦૨૫

 

Related Posts