બીઆરટીએસ બસમાં ચોરી: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં બીઆરટીએસ બસમાં ચોરીની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૭૫,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપીનું નામ અનીલ દિલીપભાઇ દંતાણી છે, જેની ઉંમર ૧૯ વર્ષ છે અને તે ફુટવાળાની ચાલી, ત્રણદેવીના મંદિર પાસે, હરિપુરા ખોખરા વિસ્તારમાં રહે છે.

આ ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૪૨૫૦૪૬૮/૨૫, બી.એન.એસ. કલમ-૩૦૩(૨) હેઠળ નોંધાયો હતો. પોલીસે આરોપી પાસેથી સોનાની બંગડીઓ કબજે કરી છે, જેની કિંમત રૂપિયા ૭૫,૦૦૦ હોવાનું કહેવાય છે.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રામોલ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

 

Related Posts