કારનો કાચ તોડી બેગની ઉઠાંતરી, 1.7 લાખ ગુમ

by Bansari Bhavsar

અમદાવાદ: નિકોલ એસ.પી. રિંગ રોડ પર ટોરેન્ટ પાવર સ્ટેશન નજીકથી એક કારમાંથી બેગની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનામાં ફરિયાદી ચીરાગભાઈ કૌશિકભાઈ શેઠે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની ટાટા સફારી ગાડીમાંથી બે બેગ ચોરાઈ ગઈ છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, લાલ-બ્રાઉન રંગની બેગમાં રોકડા ૧.૭૦ લાખ રૂપિયા, જી.એસ.સી. બેંકની ૧૩ ચેકબુકો, શેઠ પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ અને શેઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના રબર સ્ટેમ્પ અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના લોકરની ચાવીઓ હતી. જ્યારે ડાર્ક બ્રાઉન રંગની બેગમાં ૨૭ બેંક એફ.ડી.ની રસીદો અને ૧૦ બ્લેન્ક ચેક હાજર હતા.

પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Related Posts