સોલા હાઈકોર્ટ પોલીસનો સપાટો: ₹7.86 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, એકની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસે પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે ₹7,86,070/- ની કિંમતના વિદેશી દારૂ, એક ફોર વ્હીલર ગાડી અને મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ચાણક્યપુરીના સુદર્શન કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગમાંથી GJ-02-CL-1370 નંબરની ગ્રે કલરની મારુતિ સુઝુકી બલેનો ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની ૨૧૭ નાની-મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂની બોટલોની કિંમત ₹4,68,070/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે ₹3,00,000/- ની કિંમતની ફોર વ્હીલર ગાડી અને ₹18,000/- ની કિંમતના ૩ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹7,86,070/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીની ઓળખ માનસિંહ નાથુસિંહ રાઠોડ (ઉંમર ૩૪, ધંધો-ડ્રાઈવિંગ) તરીકે થઈ છે, જે બોપલ, અમદાવાદનો રહેવાસી છે અને મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો વતની છે. આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરી કરનાર ટીમમાં પો.સ.ઇ. એસ.જે. દેસાઈ, મ.સ.ઇ. ઇંદ્રવિજયસિંહ પ્રતાપસિંહ (બ.નં. ૧૩૦૫૯), અ.પો.કો. ભરતભાઈ દેવાભાઈ (બ.નં. ૭૧૬૫), અ.પો.કો. વિરસિંહ પ્રવિણસિંહ (બ.નં. ૧૨૦૬૦), અ.પો.કો. પ્રભાતભાઈ કલ્યાણભાઇ (બ.નં. ૯૦૩૯) અને અ.પો.કો. મહેશભાઈ સહદેવભાઈ (બ.નં. ૬૫૯૭) નો સમાવેશ થાય છે.

 

Related Posts