​ક્રાઇમ બ્રાન્ચે સરદારનગર વિસ્તારમાંથી એક આરોપીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર સાથે પકડ્યો

આરોપી પાસેથી કુલ ₹૧૧,૬૪૦/-નો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં ૩૬ બોટલ વિદેશી દારૂ અને ૧૨ બિયર ટીનનો સમાવેશ

by Bansari Bhavsar

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરદારનગર વિસ્તારમાંથી એક આરોપીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે કામદારનગરની ગલીમાં પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી.

પોલીસે આરોપી પાસેથી ₹૧૧,૬૪૦/-નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં ₹૯,૪૮૦/-ની કિંમતની ૩૬ બોટલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ અને ₹૨,૧૬૦/-ની કિંમતના ૧૨ બિયર ટીનનો સમાવેશ થાય છે.

ઝડપાયેલા આરોપીનું નામ ઓમ અનિલભાઈ ભોગેકર છે. તેની ઉંમર ૨૩ વર્ષ છે અને તે મજૂરી કામ કરે છે. તે કુબેરનગર, સરદારનગર, અમદાવાદનો રહેવાસી છે.

આ આરોપી વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ કલમ ૬૫(એ) તથા (એ), ૧૧૬(બી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઓમ ભોગેકરનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધાયેલો છે. વર્ષ ૨૦૨૪માં તેની સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ ૬૫(એ)(એ) હેઠળ ગુનો દાખલ થયો હતો. તે જ વર્ષે, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(બી) મુજબ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, ૨૦૨૪માં તેની પાસા હેઠળ પણ અટકાયત થઈ હતી.

 

Related Posts