તેરા તુજકો અર્પણ: અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ₹1.30 કરોડથી વધુનો મુદ્દામાલ, મોબાઈલ અને સાયબર ફ્રોડના નાણાં અરજદારોને પરત કરાયા

by Bansari Bhavsar

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને તેમની ગુમ કે ચોરાયેલી વસ્તુઓ અને નાણાં પરત કરવાનો એક વિશેષ કાર્યક્રમ Zone-4 ખાતે યોજાયો હતો. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ₹1,30,60,163 ની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.

​કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે નીચે મુજબની રિકવરી અરજદારોને સુપ્રત કરવામાં આવી હતી:

​મોબાઈલ ફોન (CEIR પોર્ટલ ડ્રાઈવ): કિંમત ₹1,01,39,025 ના કુલ 610 મોબાઈલ પરત કરાયા (અમદાવાદના 507, ગુજરાતના અન્ય જિલ્લાના 48 અને અન્ય રાજ્યોના 55 મોબાઈલ).

​સાયબર ફ્રોડ રિકવરી: સાયબર ફ્રોડનો ભોગ બનેલા 26 અરજદારોને ₹21,82,490 ની રકમના ચેક પરત અપાયા.

​અન્ય મુદ્દામાલ: રોકડ રકમ, સોનાની રણી, રિક્ષા અને એક્ટિવા મળી કુલ ₹7,38,650 નો મુદ્દામાલ પરત કરાયો.

​આ પ્રસંગે સેક્ટર-2ના અધિક પોલીસ કમિશનર શ્રી જયપાલસિંહ રાઠોડ, Zone-4 ના નાયબ પોલીસ કમિશનર શ્રી અતુલ કુમાર બંસલ, G તથા F ડિવિઝનના એસીપી અને વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે પોતાના કિંમતી સામાન અને નાણાં પરત મેળવીને અરજદારોએ પોલીસ વિભાગનો આભાર માન્યો હતો.

Related Posts