અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ચાંગોદર વિસ્તારમાંથી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેંન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટના નિર્દેશન હેઠળ, LCB ના પોલીસ ઈન્સપેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન PC શૈલેષભાઈ ભરવાડ અને PC રણજીતસિંહ સોલંકીને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચાંગોદર-તાજપુર રોડ કાંટા પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી જાહેરમાં પૈસાની હાર-જીતનો જુગાર રમતા ચાર આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી કુલ રૂ. ૪૧,૦૧૦/- ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓની યાદી:
જેસંગભાઈ મેરાભાઈ શંકરભાઈ ઓડ (હાલ રહે. વાસજડા, તા. કલોલ, જી. ગાંધીનગર / મૂળ રહે. લીલાપુર, તા. ઘાટલોડિયા, જી. અમદાવાદ)
હિંમતભાઈ ભૂપતભાઈ માનસિંગ ઓડ (રહે. કમોડ ભરવાડ વાસ, તા. દસ્ક્રોઈ, જી. અમદાવાદ)
વિષ્ણુભાઈ મનજીભાઈ છગનભાઈ ઓડ (રહે. કલીકુંડ, તા. ધોળકા, જી. અમદાવાદ)
રણજીતભાઈ હિંમતભાઈ જેરામભાઈ બેલદાર (હાલ રહે. શેખડી)
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરી LCB PI આર.એન. કરમટીયા, PSI આર.બી. રાઠોડ, ASI ધરમશીભાઈ દેસાઈ, ASI અજયસિંહ ચુડાસમા, HC અજીતસિંહ પઢેરીયા, HC દિલાવરસિંહ વાઘેલા, PC મહેન્દ્રસિંહ સોલંકી, PC શૈલેષભાઈ ભરવાડ તથા PC રણજીતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.