જૂનાગઢના ભેંસાણમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ: ₹૧.૫૩ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, ૨ ની અટકાયત

by Bansari Bhavsar

​ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે ડીજીપી જી.એસ. મલિકની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત SMCની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

​લાખો રૂપિયાનો દારૂ અને વાહનો જપ્ત

​SMCના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.વી. ગળચરની ટીમે ભેંસાણના ઉમરાળી ગામે આવેલ પ્રકાશ ધુશાભાઇ ખુમાણના ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી:

​વિદેશી દારૂ/બીયરની પેટીઓ: આશરે ૧,૦૧૫ પેટી (૨૬,૫૧૯ બોટલ), જેની કિંમત ₹૧,૨૨,૨૦,૯૬૭/- થાય છે.

​અન્ય સામગ્રી: ૩ વાહનો, ૩ મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹૧,૫૩,૪૭,૪૬૭/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

​૧૫ આરોપીઓ સામે ગુનો દાખલ

​આ સમગ્ર મામલે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ૨ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે ૧૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

​ઝડપાયેલા આરોપીઓ:

૧. પ્રકાશ ધુશાભાઇ ખુમાન (રહે. ઉમરાળી, તા. ભેંસાણ)

૨. જયવિર ધુશાભાઇ ખુમાન (રહે. ઉમરાળી, તા. ભેંસાણ)

​મુખ્ય વોન્ટેડ આરોપીઓ: રવિરાજ દાનભાઇ ખાચર (જેતપુર), જયેન્દ્ર જીલુભાઇ બસીયા (અમરનગર, જેતપુર), શિવરાજસિંહ શેખાવત (ગાંધીધામ), રવિરાજ ઉર્ફે ઘુઘો ધાંધલ (ઢોળવા), પૃથ્વી ઉર્ફે ભૈકો ધાંધલ (ઢોળવા), મિત બાવાજી (ભેંસાણ), રાહુલ વાળા (ગુંદાળી), શન્ની (જેતપુર) તેમજ વાહનોના માલિક/ચાલક સહિત અન્ય ૫ અજાણ્યા વ્યક્તિઓ.

Related Posts