ગાંધીનગર:
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર હિતમાં તાત્કાલિક અસરથી IPS અને SPS કેડરના અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારના આદેશથી જારી કરાયેલા આ નોટિફિકેશન (નં. IPS/102026/1822/B, તારીખ: 18/09/2026) મુજબ, રાજ્યમાં IPS અધિકારીઓને મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ (ASP) તરીકે અને SPS અધિકારીઓને SRPF જૂથોમાં કમાન્ડન્ટ તરીકે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
નિમણૂક મેળવનાર IPS અધિકારીઓ:
કુમારી માનસી આર. મીના, IPS (GJ:2023): મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ (ASP), વિરમગામ વિભાગ, જિલ્લો અમદાવાદ.
કુમારી મૌસમ હરષદભાઈ મહેતા, IPS (GJ:2023): મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ (ASP), દિયોદર વિભાગ, જિલ્લો વાવ-થરાદ.
શ્રી પ્રખર કુમાર, IPS (GJ:2024): મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ (ASP), ખંભાળિયા વિભાગ, જિલ્લો દેવભૂમિ દ્વારકા.
શ્રી કરણકુમાર મનસુખભાઈ પન્ના, IPS (GJ:2024): મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ (ASP), લીમખેડા વિભાગ, દાહોદ.
બદલી થયેલ SPS અધિકારીઓ:
શ્રી જે.આઈ. વસાવા, SPS: ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક – નોર્થ, વડોદરા શહેર) થી કમાન્ડન્ટ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ગ્રુપ-9, વડોદરા ખાલી પડેલી જગ્યા પર.
શ્રી ડી.એમ. ચૌહાણ, SPS: પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ (વિસનગર, જિલ્લો મહેસાણા) થી કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-3, મડાણા, જિલ્લો બનાસકાંઠા.
શ્રી પ્રકાશકુમાર વિષ્ણુપ્રસાદ રાવલ, SPS: કમાન્ડન્ટ (અસિસ્ટન્ટ કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-15, ONGC, મહેસાણા) થી કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-4, પાવડી, જિલ્લો દાહોદ.
શ્રી બી.એલ. દેસાઈ, SPS: પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ (હેડક્વાર્ટર, પંચમહાલ, ગોધરા) થી કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-5, ગોધરા.
શ્રી એચ.પી. દોશી, SPS: પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ (પોલીસ ટ્રેનિંગ સેન્ટર, ચોકી, સોરઠ, જૂનાગઢ) થી કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-13, રાજકોટ.
શ્રી એલ.બી. ઝાલા, SPS: ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (F-ડિવિઝન, સુરત શહેર) થી કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-11, વાવ, જિલ્લો સુરત.