અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની મોટી સફળતા: નાઇજીરીયન ગેંગના ૧ સભ્ય સહિત ૬ આરોપીઓની ધરપકડ

બેંગલોર અને મુંબઈથી કાર્યવાહી: હોમિયોપેથીક દવાના વેપારના બહાને લાખોની છેતરપિંડી

by Bansari Bhavsar

​અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરીને નાઇજીરીયન સાયબર ક્રાઇમ ગેંગના છ (૬) સભ્યોની ધરપકડ કરી છે, જેમાં એક નાઇજીરીયન સભ્યનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓની ધરપકડ બેંગલોર અને મુંબઈ ખાતેથી કરી છે.

​ગુનાની મોડસ ઓપરેન્ડી (છેતરપિંડીની રીત)

​મણિનગર, અમદાવાદના ફરિયાદી નિહાર અમરજીત વર્માએ નોંધાવેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.

​પ્રથમ સંપર્ક અને લાલચ: આરોપીઓએ ઓનલાઈન માધ્યમ દ્વારા ફરિયાદીનો સંપર્ક કર્યો અને પોતાને એક આફ્રિકન કંપની તરીકે ઓળખ આપી. તેમણે જણાવ્યું કે તેમને મેલેરિયા અને ડેન્ગ્યુની સારવારમાં વપરાતી હોમિયોપેથીક દવા, **’Eupatorium Mercola liquid’**ના સપ્લાયરની જરૂર છે.

​નફાનું આયોજન: આરોપીઓએ ફરિયાદીને લાલચ આપી કે હાલમાં અન્ય સપ્લાયર આ લિક્વિડ $12,000માં વેચે છે. જો ફરિયાદી ભારતના વેન્ડર ‘Sharma Enterprises Manufacturing’ પાસેથી $6,500ના ઓછા ભાવે ખરીદીને તેમને $11,000માં વેચશે, તો બંનેને મોટો ફાયદો થશે.

Click here for watch video

​એડવાન્સ પેમેન્ટ: ગેંગના કહેવા મુજબ, ફરિયાદીએ પહેલા ૧ લીટર લિક્વિડ ખરીદીને આફ્રિકાથી દિલ્હી આવતા લેબ સાયન્ટિસ્ટ પાસે ચેક કરાવવાનું હતું. ‘Sharma Enterprises Manufacturing’ના સેલ્સ પર્સન તરીકે ઓળખ આપનાર જયદેવના કહેવા પર, ફરિયાદીએ ઓર્ડરના ૨૫% એડવાન્સ પેટે રૂપિયા ૨૭ લાખ આરોપીના જણાવ્યા મુજબના AXIS બેંકના ખાતામાં જમા કરાવ્યા હતા.

​ભોગ બન્યા: ફરિયાદી જ્યારે ભીલવાડા, રાજસ્થાન ખાતેની ‘Sharma Enterprises Manufacturing’ કંપનીનો ઓર્ડર લેવા ગયા, ત્યારે તેમને જાણવા મળ્યું કે આ કંપની બોગસ છે અને તેમની સાથે છેતરપિંડી થઈ છે.

​કુલ છેતરપિંડીની રકમ અને આરોપીઓ

​આ ગુનામાં ફરિયાદી સાથે કુલ રૂપિયા ૩૨,૭૨,૫૦૦/- (બત્રીસ લાખ બોતેર હજાર પાંચસો) નું ફ્રોડ કરવામાં આવ્યું હતું.

​પોલીસે ગુનાના મુખ્ય સૂત્રધાર સલીમ અનવરઉદ્દીન શેખ (જે નાઇજીરીયન માણસોના સંપર્કમાં રહીને ગુનો આચરતો હતો) સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરતી હતી, જેમાં Shree Ram Enterprises, Royal Enterprises અને M G Enterprises ના નામે ખોલાવેલા ખાતાઓનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુંબઈની એક મહિલા ક્રિષ્ણામતી મહેશ ચૌધરી પણ સામેલ છે, જે મૂળ નેપાળની છે.

Related Posts