અમદાવાદમાં રીક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ‘કડી ગેંગ’ ઝડપાઈ

વસ્ત્રાપુર લૂંટનો ભેદ ઉકેલાયો

by Bansari Bhavsar

​અમદાવાદ: શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-૧ ની ટીમે મોટી સફળતા મેળવી છે. લગભગ ૨૦ થી ૨૫ દિવસ અગાઉ વસ્ત્રાપુર વિસ્તારમાં બનેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
​કેવી રીતે ઉકેલાયો ગુનો?
​અમદાવાદ શહેર પોલીસ કમિશનરના હુકમથી સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૧ નિરજકુમાર બડગુજર અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-૧ ના પો.સબ.ઈન્સ. જી.કે. ચાવડાની સૂચના મુજબ ટીમ ઝોન-૧ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન અ.હે.કો. અરવિંદભાઈ ડાહ્યાભાઈ, અ.હે.કો. ભગવાનભાઈ વાલ્મીકભાઈ, અ.પો.કો. ગંગારામભાઈ રૂપસીભાઈ અને અ.પો.કો. દેવેન્દ્રકુમાર લક્ષ્મણભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે આ ગેંગને ઝડપી લેવામાં આવી હતી. આ આરોપીઓ રીક્ષામાં પેસેન્જર તરીકે બેસીને પેસેન્જર સાથે લૂંટ ચલાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા.
​પકડાયેલા આરોપીઓની વિગત
​પોલીસે કડી (જિ. મહેસાણા) વિસ્તારના ત્રણ આરોપીઓને દબોચી લીધા છે:
​સાકીરહુસેન શેખ ઉર્ફે પેઈન્ટર (રહે. તંબોડીવાસ, કડી, જિ. મહેસાણા)
​રહેમતખાન ઉર્ફે મોસીન મીઠા (રહે. જુમા મસ્જિદની સામે, કડી-કસબા, જિ. મહેસાણા)
​શાહરૂખ કરીમભાઈ બેલીમ (રહે. અલ કૌશર ફ્લેટની સામે, નવ ઘડીના નાકે, કડી, જિ. મહેસાણા)
​વોન્ટેડ (પકડવાના બાકી) આરોપી:
​અલીખાન છોટેખાન પઠાણ (રહે. એલેક્ષ પાર્ક સોસાયટી, કડી)
​ગુનાહિત ઇતિહાસ
​પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે:
​શાહરૂખ કરીમભાઈ બેલીમ વિરુદ્ધ કાલુપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધાયેલો છે.
​અલીખાન છોટેખાન પઠાણ વિરુદ્ધ કલોલ, કડી, અડાલજ, નડિયાદ ટાઉન, ચાંદખેડા અને મહેસાણા સીટી બી ડિવિઝન સહિતના પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ અને પ્રોહિબિશન સહિતના કુલ ૯ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
​કામગીરી કરનાર પોલીસ ટીમ
​આ સમગ્ર ઓપરેશનમાં પો.સબ.ઈન્સ. જી.કે. ચાવડા, મ.સ.ઈ. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ, અ.હે.કો. અરવિંદભાઈ ડાહ્યાભાઈ, અ.હે.કો. કિરણકુમાર અંબાલાલ, અ.હે.કો. ભગવાનભાઈ વાલ્મીકભાઈ, અ.હે.કો. દિપેનભાઈ મનુભાઈ, અ.પો.કો. કમલેશ અમરશીભાઈ, અ.પો.કો. ગંગારામભાઈ રૂપસીભાઈ અને અ.પો.કો. દેવેન્દ્રકુમાર લક્ષ્મણભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related Posts