અમદાવાદ: કાગડાપીઠ વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી; ગંજીપાનાનો જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા, રૂ. ૧.૪૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

​અમદાવાદ, ૧૫ નવેમ્બર ૨૦૨૬

​અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પોલીસે બહેરામપુરા વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે નાણાની હારજીતનો જુગાર રમી રહેલા ૪ શખ્સોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ મામલે પોલીસે કુલ રૂ. ૧,૪૨,૦૪૦/- ની મત્તા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​બાતમીના આધારે દરોડો

​ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ, તા. ૧૫/૧૧/૨૦૨૬ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. જે.આર. બલાત તથા સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ વિરચંદભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે બહેરામપુરા વસંત રજબ ચાર રસ્તા જોગણી માતાના મંદિર આગળ જાહેર જગ્યાએ રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા ઇસમો પકડાઈ ગયા હતા.

​જપ્ત કરાયેલ મુદ્દામાલ

​રોકડ રકમ: અંગઝડતીના રૂ. ૧૮,૯૪૦/- તથા દાવના રૂ. ૩,૧૦૦/- (કુલ રોકડા રૂ. ૨૨,૦૪૦/-)

​ગંજીપાના: નંગ ૫૨

​મોબાઈલ ફોન: નંગ ૦૫ (કિંમત અંદાજે રૂ. ૧,૨૦,૦૦૦/-)

​કુલ મુદ્દામાલ: રૂ. ૧,૪૨,૦૪૦/-

​પકડાયેલા આરોપીઓના નામ અને સરનામા

​૧. નરેશભાઇ ઉર્ફે રોહીત મોતીભાઇ સોલંકી (ઉં.વ. ૩૦, રહે. ગરીબનગરના છાપરા, બળીયાદેવ મંદિર પાસે, બહેરામપુરા, અમદાવાદ)

૨. વિકાસ ઉર્ફે વિકો ધનાભાઇ રાઠોડ (ઉં.વ. ૨૧, રહે. શિવલાલ ખ્રીસ્તની ચાલી, અમૃતનગર સોસાયટી સામે, બહેરામપુરા, અમદાવાદ)

૩. અજીમ જાકીરહુસેન શેખ (ઉં.વ. ૩૨, રહે. મકદુમ શાબનો ડેલો, મુંડા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ)

૪. સહેજાદ રસુલમીયાં શેખ (ઉં.વ. ૩૦, રહે. ૩૩ ઠાકોરવાસ, દાણીલીમડા ગામ, અમદાવાદ)

​વોન્ટેડ આરોપી: કિશન ધનાભાઇ રાઠોડ (રહે. શિવલાલ ખ્રીસ્તીની ચાલી, બહેરામપુરા, અમદાવાદ)

​પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી

​આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ અને સે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. બલાત, મ.સ.ઇ. જયેન્દ્રસિંહ કેસરીસિંહ, હેડ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર રમણલાલ, કલ્પેશકુમાર કાનજીભાઇ, ગોવિંદસિંહ દિલીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇ ઇશ્વરભાઇ તથા બાતમી મેળવનાર પો.કો. પ્રવિણભાઇ વિરચંદભાઇ દ્વારા કરવામાં આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશને જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Related Posts