અમદાવાદ: શહેરમાં નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત સોલા હાઇકોર્ટ પોલીસે ગોતા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૨૩,૭૦૫ ની કિંમતનો ગાંજો અને વજન કાંટો મળી કુલ રૂ. ૨૪,૨૦૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બાતમીના આધારે દરોડો
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૦૧) દ્વારા શહેરમાં નાર્કોટિક્સ પદાર્થોની ચોરીછૂપીથી થતી હેરાફેરી પર વોચ રાખી વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ કમિશનર (ઝોન-૧) અને મદદનીશ પોલીસ કમિશનર (“એ” ડિવિઝન) ના સીધા માર્ગદર્શન હેઠળ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન. ભુકણની રાહબરીમાં પી.એસ.આઈ. એસ.જે. દેસાઈ તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અ.પો.કો. રાજેશભાઈ અરશીભાઈ (બ.નં. ૭૧૧૦) ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોતા સ્થિત વસંતનગર ટાઉનશીપના વીર સાવરકર હાઈટ્સ-૦૧, બ્લોક નં. એફ/૮૦૧ ખાતે દરોડો પાડ્યો હતો.
પકડાયેલ આરોપી અને ગુનાની વિગત
પોલીસે સ્થળ પરથી રવી ચંદુભાઈ મકવાણા (ઉં.વ. ૩૬, રહે. બ્લોક નં. એફ/૮૦૧, વીર સાવરકર હાઈટ્સ-૦૧, વસંતનગર ટાઉનશીપ, ગોતા, અમદાવાદ) ને ગેરકાયદેસર માદક પદાર્થ સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં પાર્ટ “બી” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૫૨૬૦૭૦૭/૨૦૨૬ મુજબ ધી એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ ૮(સી) અને ૨૦(બી)(૨-એ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
કબજે કરવામાં આવેલ મુદ્દામાલ:
વનસ્પતિજન્ય લીલાશ પડતા રંગનો ગાંજો: ૪૭૪ ગ્રામ ૧૦૦ મિલિગ્રામ (કિંમત રૂ. ૨૩,૭૦૫/-)
વજન કાંટો: ૧ નંગ (કિંમત રૂ. ૫૦૦/-)
કુલ મુદ્દામાલની કિંમત: રૂ. ૨૪,૨૦૫/-
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સમગ્ર સફળ કામગીરીમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન. ભુકણ, પી.એસ.આઈ. એસ.જે. દેસાઈ, અ.પો.કો. રાજેશભાઈ અરશીભાઈ (બ.નં. ૭૧૧૦), અ.પો.કો. રમેશભાઈ ભુપતભાઈ (બ.નં. ૯૨૧૪) અને અ.પો.કો. રીષભસિંગ રામમહેશ (બ.નં. ૭૧૪૧) જોડાયા હતા.