‘ડોન 3’ માટે કિયારા અડવાણીએ લીધી તગડી રકમ

by ND

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક, અભિનેતા અને ગાયક ફરહાન અખ્તરે થોડા દિવસો પહેલા કિયારા અડવાણીને ફિલ્મ ‘ડોન 3’માં કાસ્ટ કરવા અંગે મોટી જાહેરાત કરી હતી. આટલા વર્ષોમાં આ પહેલીવાર હશે જ્યારે કિયારા અડવાણી અને રણવીર સિંહ મોટા પડદા પર રોમાન્સ કરતા જોવા મળશે.

ડોન 3માં મેકર્સે રણવીર સિંહની સામે કિયારા અડવાણીને કાસ્ટ કરવાનું નક્કી કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે કિયારા અડવાણીએ ‘ડોન 3’ માટે 13 કરોડ રૂપિયાની મોટી રકમ ચાર્જ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ રકમ ફિલ્મના લિડ એક્ટર રણવીર સિંહ કરતા પણ વધુ હોવાનું જણાય રહ્યું છે.

 કિયારા અડવાણીને ફિલ્મ ‘ડોન 3’માં કાસ્ટ કરવા માટે નિર્માતા પાસેથી તગડી રકમ લીધી છે.

બંનેના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ રણવીર સિંહ ફિલ્મમાં કિયારાને કાસ્ટ કરવા માટે ઉત્સાહિત હતો. આ બંનેની ઑફ સ્ક્રીન સારી બોન્ડ છે. કદાચ તેથી જ અભિનેતાએ કિયારાને હા પાડી. ત્યારબાદ ફરહાન એક્ટ્રેસ પાસે ગયો અને તેને તેના રોલ વિશે જણાવ્યું, જેના માટે તે પણ સંમત થઈ ગઈ.

Related Posts