અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં ડ્રગ્સના દૂષણને ડામવા રાણીપ પોલીસ સ્ટેશનના જવાનોએ એક ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય. વ્યાસના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર થાવરાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઉદયસિંહે બાતમીના આધારે કુબેન્દ્ર ઉર્ફે એસ.કે. આદિ દ્રવિડ નામના આરોપીને 172.610 ગ્રામ ગાંજા, 41,900 રૂપિયા રોકડા અને એક મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો છે.
આ કામગીરી રાણીપ પોલીસની સતર્કતા અને બાતમીદારો સાથેના તેમના સુદૃઢ સંપર્કને દર્શાવે છે. રાણીપ પોલીસની આ સફળ કાર્યવાહીએ માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને ડ્રગ્સના દૂષણથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પોલીસ કમિશનર સાહેબશ્રી અમદાવાદ શહેર તથા ઇન્ચાર્જ અધિક પોલીસ કમિ .શ્રી.સેક્ટર ૦૧ સાહેબ તથા ના.પો.કમિ.શ્રી.ઝોન-૦૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિ.શ્રી.’એલ’ડીવીઝન અમદાવાદ શહેર નાઓની જરુરી સુચના અને માર્ગદર્શન હેઠળ આ સફળતા મળી છે.
રાણીપ પોલીસે માત્ર આરોપીને પકડ્યો જ નથી, પરંતુ ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે એક મજબૂત પગલું ભર્યું છે. આ કામગીરી બદલ રાણીપ પોલીસના તમામ જવાનોને અભિનંદન આપવા ઘટે છે. તેમની નિષ્ઠા અને મહેનતને કારણે જ રાણીપ વિસ્તારના નાગરિકો સુરક્ષિત અનુભવી રહ્યા છે.
આવી કામગીરીથી સમાજમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ પર અંકુશ મેળવવામાં મદદ મળે છે. રાણીપ પોલીસની આ સરાહનીય કામગીરી અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ પ્રેરણાદાયી છે.