સુરત શહેરમાં પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત દ્વારા શરૂ કરાયેલ “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન અંતર્ગત, સારોલી પોલીસે ૧ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ એક વ્યક્તિને ૨૯,૯૪,૦૦૦ રૂપિયાની કિંમતના ૯૯૮ ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે પકડ્યો છે.
પોલીસ કમિશનર સેક્ટર-૧, નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ અને મદદનીશ પોલીસ કમિશનર “બી” ડિવિઝનના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેરિયા અને તેમની સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી હતી.
બાતમીના આધારે, પોલીસે મનિયળ ચેક પોસ્ટ નજીકથી પસાર થતા આરોપી દેનીલ સુભાષભાઈ પટેલ (ઉં.વ. ૨૩)ને રોક્યો હતો. આરોપી જહાંગીરપુરા અને રાંદેર વિસ્તારનો રહેવાસી છે.
પોલીસે તેની પાસેથી ૨૯,૯૪,૦૦૦ રૂપિયાની કિંમતનો ૯૯૮ ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. આ ગાંજો મુંબઈથી લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, અને સુરતમાં તે અક્ષય ઉર્ફે આઝાદ હિતેશભાઈ સોનીને આપવાનો હતો. પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીની વિગત:
* નામ: દેનીલ સુભાષભાઈ પટેલ
* ઉંમર: ૨૩ વર્ષ
* ધંધો: વેપાર
* રહેઠાણ: મકાન નં. ૦૬, કૈલાશધામ સોસાયટી, જહાંગીરપુરા, સુરત અને ઘર નં. ૧૨, ધનલક્ષ્મી રો હાઉસ, રાંદેર, સુરત
ગુનાની વિગત:
* સારોલી પોલીસ સ્ટેશન ફરિયાદ નં. – “બી” – ગુ.ર.નં. – ૧૧૨૧૦૦૬૭૨૫૦૧૯૦/૨૦૨૫, એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી) (II) (એ), ૨૯
મદ્દામાલની વિગત:
* હાઇબ્રિડ ગાંજો: ૯૯૮ ગ્રામ, કિંમત: ૨૯,૯૪,૦૦૦ રૂપિયા
* મોબાઇલ ફોન: ૧, કિંમત: ૧૦,૦૦૦ રૂપિયા
* મેમરી કાર્ડ: ૧
* સ્કૂલ બેગ: ૧
* કુલ કિંમત: ૩૦,૦૪,૦૦૦ રૂપિયા