અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી.

by Bansari Bhavsar

ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશન અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯૯૪૦૦૧૨૪૦૨૯૨/૨૦૨૪ IPC કલમ ૩૭૯,૧૧૪ મુજબ અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૬૨૪૦૦૬૩/૨૦૨૪ IPC કલમ ૩૭૯,૧૧૪ મુજબ ચોરીના ગુનાઓ નોંધાયા હતા. આ બંને ગુનાઓમાં એક આરોપી ફરાર હતો, જેને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકે મીરા ચાર રસ્તા સ્લમ ક્વાર્ટસ પાસેથી આરોપી અહેમદ ઉર્ફે કાળીયો સ/ઓ જમીર અમીર જાતે શેખ, ઉંમર ૪૯ વર્ષ, રહેવાસી ગોમતીપુર અને દાણીલીમડા વિસ્તારને પકડવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે મે ૨૦૨૪ માં તેણે તેના મિત્ર જાવેદ ઉર્ફે બટકા સાથે મળીને એક પેસેન્જરને રિક્ષામાં બેસાડી કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઉતાર્યો હતો અને ત્યારબાદ તેની બેગમાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ગુનામાં જાવેદ ઉર્ફે બટકો અગાઉ પકડાઈ ચૂક્યો છે.

આ ઉપરાંત, આરોપી અહેમદે કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય ચોરીના ગુનામાં પણ તેની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી, જેમાં તે હજુ સુધી પકડાયો નહોતો. તેણે ચોરી કરેલા દાગીના વેચીને મળેલા પૈસામાંથી રૂ. ૨૦,૦૦૦/- જાવેદ બટકાને આપ્યા હતા અને આશરે ૨૧ તોલા સોનાના દાગીના હિતેશભાઈ ઉર્ફે હિતેન્દ્ર જવાહર સોની નામના રખીયાલના એક જ્વેલર્સને રૂ. ૬,૫૦,૦૦૦/- માં વેચ્યા હતા. આ પૈસા લઈને તે બિહારના એક દરગાહ પર ફરવા ગયો હતો.

  • હાલમાં, ક્રાઈમ બ્રાન્ચ આરોપી અહેમદ ઉર્ફે કાળિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરી રહી છે.

 

Related Posts