અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાંથી એક મોટી ચોરીનો ભેદ ઉકેલી છારા ગેંગના એક સાગરીતને ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી ₹19.60 લાખ રોકડા અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરમાં આવેલી એક આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને જઈ રહેલા લોકોને નિશાન બનાવી, સરનામું પૂછવાના બહાને વાહનચાલકની નજર ચૂકવીને ચોરી કરવામાં આવી હતી. કુડાસણ વિસ્તારમાં આવેલી હોટલ શ્રી ઉગતીના પાર્કિંગમાં પાર્ક કરેલી ઇનોવા કારનો કાચ તોડીને ₹25,00,000/- ભરેલી બેગની ઉઠાંતરી કરવામાં આવી હતી.
આ ગુનાની તપાસ કરતાં, ક્રાઈમ બ્રાન્ચે જયંતીભાઈ નારણભાઈ ભીમાભાઈ દિદાવાલા (છારા), ઉંમર 60, રહે: મહાજનિયા વાસ, નરોડા પાટિયા, નરોડા, અમદાવાદ શહેરને ઝડપી પાડ્યો છે.
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
* રોકડા ₹19,60,000/-
* મોબાઈલ ફોન કિંમત ₹5,000/-
* હોન્ડા 125 ડીસી મોટરસાઇકલ કિંમત ₹40,000/-
* કુલ મુદ્દામાલની કિંમત ₹20,05,000/- આંકવામાં આવી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
આરોપી જયંતીભાઈ છારા વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં:
* સરદારનગર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 380, 114 હેઠળ ગુનો (1991)
* નરોડા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 487, 454, 380 હેઠળ ગુનો (1992)
* કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379, 114 હેઠળ ગુનો (1994)
* નરોડા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 હેઠળ ગુનો (1995)
* માધવપુરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379, 114 હેઠળ ગુનો (2005)
* નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379, 461, 114 હેઠળ ગુનો (2014)
* એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379, 461, 114 હેઠળ ગુનો (2020)
* અડાલજ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379, 114 હેઠળ ગુનો (2023)
* હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 હેઠળ ગુનો (2018)
* વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો (2024)
* પાસા -2
આ કેસમાં નકુલ ઉર્ફે બાડો રાજુભાઈ તમંચે (છારા) રહે: કચ્છીપાડો, એફ-વોર્ડ, આંબાવાડી, ગુજરાતી સ્કૂલની બાજુમાં, કુબેરનગર, અમદાવાદ તથા અન્ય બે ઇસમો વોન્ટેડ જાહેર કરાયા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.