અમદાવાદ, 9 જુલાઈ, 2025 – અમદાવાદની કાગડાપીઠ પોલીસે એક હત્યા કેસમાં સામેલ બધા આરોપીઓને થોડા જ કલાકોમાં પકડી પાડ્યા છે.
પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલની સૂચનાથી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ કેસમાં, જયેશ ઉર્ફે જેક્કી ઝાલા (ઉંમર 31), ધર્મેશ ઉર્ફે ધમો મકવાણા (ઉંમર 31), અને જગદીશ ઉર્ફે જગુ રાઠોડ (ઉંમર 32) નામના ત્રણ આરોપીઓએ કેતન ઉર્ફે મોદી ગોહેલ (ઉંમર 35) ને તીક્ષ્ણ હથિયારથી મારી નાખ્યો હતો.
આજે, 9 જુલાઈ, 2025 ના રોજ, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.બી. ચૌહાણ અને તેમની ટીમે આરોપીઓને પકડવા પ્રયાસ કર્યો. હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જગતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ચતુરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પ્રતાપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ગુલાબભાઈ જગદીશભાઇ, પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદસિંહ દિલીપસિંહ, અને પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ વિરજીભાઇની બાતમીના આધારે, હત્યાના બધા આરોપીઓને થોડા જ કલાકોમાં પકડી લેવામાં આવ્યા.
આ કામગીરીમાં પી.એસ.આઈ. વી.બી. ચૌહાણ અને અન્ય પોલીસકર્મીઓ સામેલ હતા, જેમણે આ ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.