ક્રાઇમ બ્રાન્ચે પોર્ટર સર્વિસ દ્વારા દારૂની હેરાફેરી ઝડપી

મુંબઈથી ખોટા બિલો બનાવીને ભારતીય બનાવટના વિદેશી બિયરના પાર્સલો મંગાવવામાં આવ્યા

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખોટા બિલો બનાવીને અને પોર્ટર એપ્લિકેશનનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

​ઘટનાની વિગતો

​આરોપીએ મુંબઈથી ભારતીય બનાવટના વિદેશી બિયરનો જથ્થો ખોટા બિલો દ્વારા SNGT ટ્રાન્સપોર્ટથી અસલાલી ગોડાઉન ખાતે મંગાવ્યો હતો. આ જથ્થાને ગોડાઉનમાંથી લેવા માટે, આરોપીએ પોર્ટર પાર્સલ સર્વિસની એપ્લિકેશનનો ઉપયોગ કરીને એક વાહન બુક કરાવ્યું હતું.

​પોર્ટર સર્વિસના વાહનમાં આ જથ્થો હેરાફેરી થઈ રહ્યો હતો, તે સમયે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન, પોલીસે ૨૪૦ નંગ ભારતીય બનાવટના બિયર ટીન કબજે કર્યા, જેની કિંમત ₹૫૨,૮૦૦/- છે. આ ઉપરાંત, પોલીસે આઠ ડુપ્લિકેટ બિલો પણ જપ્ત કર્યા છે.

​ગુનો અને કલમો

​ક્રાઇમ બ્રાન્ચે આ મામલે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૩, ૮૧, તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૨), ૩૩૮, ૩૪૦(૨) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે.

Related Posts