ગીરધરનગર બ્રિજ ૨૯ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે

આ કામગીરી ૨૩/૦૮/૨૦૨૫ થી ૨૦/૦૯/૨૦૨૫ સુધી, કુલ ૨૯ દિવસ ચાલશે

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત સાબરમતીથી વટવા સુધીનું કામ દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રા. લિ. કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ગીરધરનગર બ્રિજ (બાબુ જગજીવનરામ બ્રિજ) પરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરાશે.

​આ કામગીરી ૨૩/૦૮/૨૦૨૫ થી ૨૦/૦૯/૨૦૨૫ સુધી, કુલ ૨૯ દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, ગીરધરનગર બ્રિજના બંને છેડા વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

​વૈકલ્પિક માર્ગો

​ટ્રાફિકને નીચે મુજબના વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવશે:

​કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતા વાહનો માટે: આ ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈને અસારવા બ્રિજનો ઉપયોગ કરી, ડાબી બાજુ વળીને બળીયા લીમડી ચાર રસ્તા થઈ સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે.

​શાહીબાગ, ગીરધરનગર તરફથી આવતા વાહનો માટે: આ ટ્રાફિક ગીરધરનગર સર્કલ, કાલિકા માતાજીના મંદિર થઈને બળીયા લીમડી ચાર રસ્તા થઈ સિવિલ હોસ્પિટલ અને અસારવા તરફના મુખ્ય માર્ગો પર જઈ શકશે. આ વાહનો કાલુપુર, પ્રેમ દરવાજા તરફ જવા માટે અસારવા બ્રિજનો પણ ઉપયોગ કરી શકશે.

​ટ્રાફિક વિભાગ, અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર એન.એન. ચૌધરી દ્વારા ૨૨/૦૮/૨૦૨૫ના રોજ આ અંગે પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે. તમામ નાગરિકોને આ ફેરફારની જાણકારી આપવામાં આવે છે.

Related Posts