વેજલપુર: વેજલપુરના ધોબીઘાટ વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલાએ યુટ્યુબ પર તાંત્રિક વિધિની જાહેરાત જોઈને સંપર્ક કરવો ભારે પડ્યો છે. મહિલાએ પોતાના પતિ અને પુત્રના અવસાનના સંદર્ભમાં વાતચીત કરતાં, તાંત્રિક બાબા અને ગુરુ માતાએ મૃત્યુ તાંત્રિક વિધિના કારણે થયું હોવાનું જણાવી ડરાવી-ધમકાવીને કુલ રૂપિયા ૧૪,૧૮,૧૦૦/- ની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. મહિલાએ આ અંગે તારીખ ૦૫/૧૦/૨૦૨૫ ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુટ્યુબ પર જોઈ જાહેરાત, ઠગોનો કર્યો સંપર્ક
પોલીસ ફરિયાદ મુજબ, જુહાપુરામાં ફારુક આઝમ સ્કૂલ નજીક રહેતી વિધવા મહિલાએ યુટ્યુબ પર ‘તાંત્રિક બાબા બ્લેક મેજિક’ અને **’મુસ્લિમ તાંત્રિક શીફલી સ્પેશિયાલિસ્ટ બ્લેક મેજિક કારીબાબા મોલાનાજી’**ની જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર ૯૭૩૦૪૪૫૩૩૧ અને ૯૯૭૦૬૨૨૭૯૩ પર મહિલાએ સંપર્ક કર્યો હતો.
મૃત્યુ પાછળ ‘બ્લેક મેજિક’નું કારણ આપી ડરાવી
મહિલાના પતિ અને પુત્રનું અવસાન વર્ષ ૨૦૨૪માં થયું હતું, જે બાબતે મહિલાએ માર્ચ-૨૦૨૫ થી લઈને આજદિન સુધીના સમયગાળા દરમિયાન ઉપરોક્ત નંબરોના ધારક સાથે વાતચીત કરી હતી.
મોબાઈલ નંબર ૯૭૩૦૪૪૫૩૩૧ અને ૯૯૭૦૬૨૨૭૯૩ ના ધારક, જે પોતાને અધોરીબાબા ઉર્ફે બ્લેક મેજિક બાબા ઉર્ફે તાંત્રિક ઉર્ફે રામપ્રતાપ ભાગટવ તરીકે ઓળખાવતા હતા, તેમણે અન્ય એક મહિલા, મોબાઈલ નંબર ૭૭૨૭૮૬૪૦૨૫ ના ધારક ગુરુ માતા ઉર્ફે વિજેન્દ્રદેવી સાથે મળીને મહિલાને ગેરમાર્ગે દોરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “કોઈએ તાંત્રિક વિધિ કરવાથી તમારા પતિ અને પુત્રનું અવસાન થયું છે અને તમારા પર પણ વિધિ કરેલી છે. જો તમે તાંત્રિક વિધિ નહીં કરાવો, તો તમારું પણ મોત થઈ જશે.”