સુરેન્દ્રનગર: ૦૫ જાન્યુઆરી, ૨૦૨૬
સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજેલા ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસમાં એ.સી.બી. (Anti-Corruption Bureau) દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આ કેસની તટસ્થ અને ઝડપી તપાસ માટે એ.સી.બી.ના નિયામક પીયૂષ પટેલ દ્વારા એક ખાસ S.I.T. (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે.
કોની સામે તપાસ થશે?
આ કેસમાં મુખ્યત્વે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર સહિત ચાર અધિકારીઓ સામે ગુનો નોંધાયેલો છે:
રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ (કલેક્ટર, સુરેન્દ્રનગર – વર્ગ-૧)
ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર – વર્ગ-૩)
મયુર ગોહીલ (ક્લાર્ક, જિલ્લા કચેરી – વર્ગ-૩)
જયરાજસિંહ ઝાલા (પી.એ. ટુ કલેક્ટર – વર્ગ-૩)
કેમ બનાવવામાં આવી S.I.T.?
એ.સી.બી.ના જણાવ્યા અનુસાર, આ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલ છે. આરોપીઓએ હોદ્દાનો દુરુપયોગ કરીને અપ્રમાણસર મિલકત (આવક કરતા વધુ મિલકત) વસાવી હોવાની આશંકા છે. આ ગંભીર બાબતની નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય તે હેતુથી અધિક નિયામક બિપિન અહિરે ના માર્ગદર્શન હેઠળ આ ટીમ કામ કરશે.
તપાસ ટીમમાં કોણ સામેલ છે?
આ S.I.T. માં જુદા-જુદા જિલ્લાના અનુભવી અધિકારીઓને સભ્યો તરીકે લેવામાં આવ્યા છે:
શ્રીમતિ બી.જે.પંડ્યા: નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ.
શ્રી કે.એચ.ગોહિલ: મદદનીશ નિયામક, રાજકોટ એ.સી.બી..
શ્રી આર.બી.દેસાઇ: મદદનીશ નિયામક, એ.સી.બી. હેડક્વાર્ટર.
પોલીસ ઇન્સ્પેક્ટરો: અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી એ.સી.બી.ના પી.આઈ. (P.I.) નો પણ આ ટીમમાં સમાવેશ થાય છે.
આ ટીમ હવે આ તમામ અધિકારીઓની મિલકતો અને તેમના ભ્રષ્ટાચારના પુરાવાઓની ઉંડાણપૂર્વક તપાસ કરશે