અમદાવાદ, ૨૫ જાન્યુઆરી ૨૦૨૬
અમદાવાદ શહેરમાં નશીલા પદાથોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ ચાલી રહેલી ઝુંબેશમાં ઇસનપુર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને એક શખ્સને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો છે.
શું છે સમગ્ર મામલો?
ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. સોલંકીને ચોક્કસ બાતમી મળી હતી કે, ઇસનપુર પાનવાળી ચાલી સામે એક યુવક ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે.
પોલીસ કાર્યવાહી અને જપ્ત મુદ્દામાલ:
બાતમીવાળી જગ્યાએ પોલીસે દરોડો પાડીને મોહમ્મદ સોએબ ગુલામ રબ્બાની શેખ (ઉંમર ૨૧ વર્ષ, રહે. વટવા) નામના આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો છે:
ગાંજો: ૭૬.૭૭૦ ગ્રામ (કિંમત ₹૩,૮૩૮/-)
મોબાઈલ: ૧ નંગ (કિંમત ₹૫૦૦/-)
કુલ મુદ્દામાલ: ₹૪,૩૩૮/-
કાયદેસરની કાર્યવાહી:
પકડાયેલા આરોપી વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો (૮-સી, ૨૦-બી, ૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપી આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો.