અમદાવાદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂ-જુગારના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા સખત સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના આધારે એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ્પેક્ટરશ્રી આર.બી. રાઠોડ અને તેમની ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે.
બાતમીના આધારે દરોડો
પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના પી.સી. રણજીતસિંહ સોલંકીને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ચાંગોદર વાલ્મિકી વાસ ખાતે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમી અને રમાડી રહેલા ઇસમો પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સફળ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૬૪,૮૦૦/- તેમજ અન્ય સાધનસામગ્રી મળી કુલ રૂ. ૯૯,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓની વિગત:
૧. ગોવિંદભાઈ ઉર્ફે મહેશ અમૃતભાઈ વાઘેલા (રહે. ચાંગોદર વાલ્મીકી વાસ, તા. સાણંદ, જી. અમદાવાદ)
૨. વિજયભાઈ સોમાભાઈ વાઘેલા (રહે. ચાંગોદર વાલ્મીકી વાસ, તા. સાણંદ, જી. અમદાવાદ)
૩. પરશોત્તમ ઉર્ફે પરેશભાઈ ભાણજીભાઈ જીનીયા (રહે. ચાંગોદર મહેરીયા વાસ, તા. સાણંદ, જી. અમદાવાદ)
૪. નીલેશભાઈ નરેશભાઈ સેનવા (રહે. ચાંગોદર ગરબા ચોક, તા. સાણંદ, જી. અમદાવાદ)
૫. હર્ષદ રામજીભાઈ વાઘેલા (રહે. ચાંગોદર વાલ્મીકી વાસ, તા. સાણંદ, જી. અમદાવાદ)
૬. મનહરભાઈ ખોડાભાઈ રાઠોડ (રહે. ચાંગોદર પાણીની ટાંકીની બાજુમાં, તા. સાણંદ, જી. અમદાવાદ)
૭. રાકેશભાઈ દશરથભાઈ ચુનારા (રહે. ચાંગોદર રેલ્વે ફાટક પાસે, તા. સાણંદ, જી. અમદાવાદ)
આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ દરોડાની કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એન. કરમટીયા, પો.સબ ઈન્સ્પેક્ટરશ્રી આર.બી. રાઠોડ તેમજ એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ વાળા, એ.એસ.આઈ. અજયસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પઢેરીયા, હેડ કોન્સ્ટેબલ દિલાવરસિંહ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી, શૈલેષભાઈ ભરવાડ અને રણજીતસિંહ સોલંકી જોડાયા હતા.