અમદાવાદ: શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા કેસો ઉકેલવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે સાબરમતી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. સાબરમતી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે રૂ. ૧,૦૯,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
સાબરમતી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), અને ૩૩૧(૪) મુજબ ઘરફોડ ચોરીનો ગુનો (પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૯260124/૨૦૨૬) નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી હતી.
કેવી રીતે ઝડપાયા આરોપીઓ?
પી.એસ.આઈ. આર.એચ. પાંડવ, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભગાભાઈ અને લોકરક્ષક હાર્દિકસિંહ રણજીતસિંહની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) નો સહારો લીધો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગણતરીના સમયમાં જ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ મેળવી લીધો હતો અને ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
૧. સિદ્ધાર્થ સુરેશભાઈ ઠાકોર (ઉં.વ. ૨૪): રહે. ઠાકોરવાસ, રામનગર, સાબરમતી.
૨. કલ્પેશ કનુભાઈ ઠાકોર (ઉં.વ. ૨૨): રહે. મહાકાળી પાન પાર્લર ઉપર, રામનગર, સાબરમતી.
૩. જય રાજેશભાઈ મેઘા (ઉં.વ. ૨૩): રહે. સરસ્વતીનગર, જૂના અચેર, સાબરમતી (મૂળ રહે. વડનગર).
૪. હર્ષ અતુલભાઈ જાદવ (ઉં.વ. ૨૦): રહે. અગ્રવાલ બિલ્ડિંગ, રામનગર, સાબરમતી.
તપાસ કરનાર ટીમ:
આ સફળ કામગીરીમાં પી.આઈ. વાય.આર. વાઘેલા, પી.એસ.આઈ. આર.એચ. પાંડવ, પી.એસ.આઈ. એચ.ડી. રાઓલ સહિત એ.એસ.આઈ. અજીતસિંહ, હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ, સંજયભાઈ અને કોન્સ્ટેબલ શૈલેષભાઈ, સુરેશભાઈ, લાખાભાઈ તથા હાર્દિકસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આગળની કાર્યવાહી: સાબરમતી પોલીસે આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ ટોળકી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.