અમદાવાદીઓ ખાસ નોંધ લેજો: ધુળેટીના દિવસે સાંજે ૫ વાગ્યા સુધી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ બંધ રહેશે

by Bansari Bhavsar

અમદાવાદ:

​હોળી-ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ ધુળેટી પર્વ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા તમામ જાહેર બગીચાઓ (Gardens) અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે.

​મહત્વની વિગતો:

​ક્યારે બંધ રહેશે? ૦૪/૦૩/૨૦૨૬ (ધુળેટીના દિવસે)

​ક્યાં સુધી બંધ રહેશે? સવારથી સાંજ ના ૫:૦૦ કલાક સુધી.

​શું બંધ રહેશે? રિવરફ્રન્ટના તમામ ગાર્ડન અને અટલ બ્રિજ.

​તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, સાંજે ૫:૦૦ વાગ્યા પછી આ તમામ સ્થળો ફરીથી જાહેર જનતા માટે રાબેતા મુજબ ખુલ્લા મૂકવામાં આવશે. તહેવાર દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું જણાય છે. સત્તાધીશો દ્વારા નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

Related Posts