નારણપુરામાં મ્યુનિસિપલ પાર્કિંગના બંધ કન્ટેનરમાં જુગારની મહેફિલ: PCBએ ₹5.23 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારીઓને દબોચ્યા.

યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતા 9 ઝડપાયા, શીલજનો સંચાલક ફરાર.

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટનો દુરુપયોગ કરીને ચલાવવામાં આવતા એક જુગારધામનો પી.સી.બી (PCB) એ પર્દાફાશ કર્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં AEC ચાર રસ્તા પાસે આવેલા એસ.કે.ડી સુર્યા આઇકોન ફ્લેટની સામેના પાર્કિંગમાં એક બંધ કન્ટેનરની અંદર આ જુગારધામ ધમધમી રહ્યું હતું.

​રૂ. 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત

​પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ રૂ. 5,23,000/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં:

​રોકડ રકમ: રૂ. 3,03,000/- (અંગજડતી અને દાવ પરના નાણાં)

​મોબાઈલ ફોન: 10 નંગ (કિંમત રૂ. 2,20,000/-)

​અન્ય: ગંજીપાનાની કેટ અને અન્ય સાહિત્ય.

​ધરપકડ કરાયેલા આરોપીઓ

​પોલીસે સ્થળ પરથી 9 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં વેપારીઓ અને ખેતીકામ સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે:

​જૈમીન લાભુભાઇ બારોટ (થલતેજ)

​વિશાલ લક્ષ્મણભાઇ ઠાકોર (સેટેલાઇટ)

​જીગ્નેશ નવીનભાઇ પટેલ (સાતેજ, કલોલ)

​ભાવીન દિનેશભાઇ પટેલ (ભાડજ)

​હર્ષ પ્રફુલભાઇ પટેલ (સતાધાર)

​જનક બાબુભાઇ પટેલ (ભાડજ)

​હરેશ ભરતભાઇ પટેલ (સાયન્સ સિટી)

​ચંપકલાલ મનસુખભાઇ પટેલ (ચાંદલોડિયા)

​જીતેન્દ્રભાઇ માધવલાલ પટેલ (કડી, મહેસાણા)

​મુખ્ય સંચાલક ફરાર

​આ સમગ્ર જુગારધામ ચલાવવામાં જેની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય છે તેવો કુંતલ જશવંતભાઈ પટેલ (રહે. શીલજ) પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જાહેર રોડ પર આવેલા પાર્કિંગ પ્લોટમાં બંધ કન્ટેનરની અંદર જુગાર રમાતો હોવાની આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે.

Related Posts