અમદાવાદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના ભાગરૂપે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.બી. રાઠોડ અને તેમની ટીમ દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન પેટ્રોલીંગમાં રહેલ એલ.સી.બી.ના એ.એસ.આઇ. ધરમશીભાઈ દેસાઈને મળેલી ચોક્કસ અને આધારભૂત બાતમીના આધારે, બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શીલજ ગામ કેનાલ પાસે આવેલ કર્મજ્યોત બંગલો સામેના રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
મુદ્દામાલ અને પકડાયેલા આરોપીઓ
પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને તેમના કબજા ભોગવટાની બે સી.એન.જી. રીક્ષાઓ (નંબર: GJ38WA7705 અને GJ01TH5604)માંથી વિપુલ પ્રમાણમાં દેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
ઝબ્બે કરાયેલ દારૂ: ૮૮૪ લીટર (કિંમત રૂ. ૧,૭૬,૮૦૦/-)
કુલ મુદામાલની કિંમત: રીક્ષાઓ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. ૨,૮૨,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓની વિગત:
૧. ફતેસિંહ ઉર્ફે વૈભવ સ/ઓ સુરેશભાઈ મેવારામ રાઠોડ (રહે. ૩૬/૧, મહાદેવનગર વિભાગ-૨, મેલડીનગરની સામે, ચાંદલોડિયા, અમદાવાદ)
૨. સાગર સ/ઓ સંતોષસિંહ વિજયસિંહ ઠાકોર (રહે. ૩, ગજરાજ સોસાયટી, ચાંદલોડિયા તળાવ પાસે, અમદાવાદ શહેર)
સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એન. કરમટીયા, પો.સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.બી. રાઠોડ, એ.એસ.આઇ. ધરમશીભાઈ દેસાઈ, અજયસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પઢેરીયા, દિલાવરસિંહ વાઘેલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ સોલંકી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.