અમદાવાદ:ચાઈનીઝ તુક્કલ નું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડતી સાયબર ક્રાઈમ બ્રાંચ

પ્રેસનોટ ઓનલાઈન સોશિયલ મીડીયાના માધ્યમથી પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ નું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડતી સાયબર ક્રાઈમ બ્રાંચ,

by ND

મહે.પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર નાઓએ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેરનામાં ક્રમાંક: વિશેષ શાખા/એ સેક્શન/પરમીટ/ મકરસંક્રાંતિ/૧૧૮/૨૦૨૪ તા.૩૦/૧૧/૨૦૨૪ માં જણાવ્યા મુજબ ચાઇનીઝ દોરી, લોન્ચર, તુક્કલ, લેન્ટર્ન, સ્કાય લેન્ટર્ન નુ ઉત્પાદન આયાત ખરીદ વેચાણ સંગ્રહ, વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા ઉપર, ચાઇનીઝ દોરાથી પતંગ ઉડાડવા ઉપર તા.૦૧/૧૨/૨૦૨૪ કલાક ૦૦/૦૦ થી તા.૨૨/૦૧/૨૦૨૫ ના કલાક ૨૪/૦૦ વાગ્યા સુધી પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડી તમામે જાહેરનામાનો કડક અમલ કરાવવા જણાવેલ હોય જે જાહેરનામા અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશ્રર શ્રી શરદ સિંઘલ સાહેબની સુચના અન્વયે નાયબ પોલીસ કમિશ્નરશ્રી ડૉ. લવીના સિંહા સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્રર શ્રી એચ.એસ.માંકડીયા સાહેબની રાહબારી હેઠળ પોલીસ ઇન્સપેક્ટરશ્રી ટી.આર.ગઢવી નાઓએ ટેકનીકલ સ્કોડના સ્ટાફના માણસોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, લોન્ચર, તુક્કલ, લેન્ટર્ન, સ્કાય લેન્ટર્ન નુ ઉત્પાદન આયાત ખરીદ વેચાણ સંગ્રહ કરતા ઈસમો ઉપર વોચ રાખવા જણાવેલ હોય જે અન્વયે ટેકનીકલ સ્કોડના માણસોએ સોશિયલ મીડીયા પર વોચ રાખેલ જે દરમ્યાન ફેસબુક માર્કેટ પ્લેસ પર Sky lanterns નામથી ચાઈનીઝ તુક્કલ ના ફોટા અપલોડ કરી કોઇ વ્યક્તિ ફેસબુક માર્કેટ પ્લેસ ઉપર ચાઈનીઝ તુક્કલ નું વેચાણ કરતા હોવાનું જણાઈ આવતા જે ફેસબુક

https://www.facebook.com/people/Dhruv-Patel/pfbid0kwo6WQ1cf9kUQ5sxQ9XQfUc4FfhEJ4Qg28qL4JHnB5bPSTtqSQTNPurMK1qUBtvEl/?mibextid=ZbWKwL ધારકે ફેસબુક માર્કેટ પ્લેસ ઉપર Sky lanterns નામથી ચાઈનીઝ તુક્કલ વેચાણ અર્થે મુકેલ હતી તેની સાથે ફેસબુક મેસેન્જર પર મેસેજ દ્વારા વાતચીત કરી ટ્રેપ ગોઠવતા ફેસબુક આઇડી ધારકે અમદાવાદ શહેર મકરબા ખાતે આવેલ સરકારી ચાવડી પાસે સર્કલ ઉપર ચાઈનીઝ તુક્કલ લેવા રુબરુ બોલાવતા જેની તપાસ કરી તેઓ પાસેથી પ્રતિબંધિત ચાઇનીજ તુક્કલ નંગ ૬૦ મળી આવતા ધ્રુવ સ/ઑ મનિષકુમાર પટેલ ઉ.વ.૨૦ ધંધો. નોકરી રહે.એચ-૬૦૪, સનસાઉથ રિઝ, સોબો સેન્ટર, સાઉથ બોપલ, અમદાવાદ શહેર તથા મોહિત સ/ઑ ધનેશભાઇ બુલચંદાની ઉ.વ.૨૪ ધંધો. નોકરી રહે.જીવન જ્યોતી ટેનામેન્ટ, વિશ્વકુંજ સોસાયટીની બાજુમાં, વ્રજભુમી એપાર્ટમેન્ટની સામે, પાલડી, અમદાવાદ શહેર નાઓને ચાઈનીઝ તુક્કલ નંગ ૬૦ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

આરોપીના નામ :

(૧) ધ્રુવ સ/ઑ મનિષકુમાર પટેલ ઉ.વ.૨૦ ધંધો. નોકરી રહે.એચ-૬૦૪, સનસાઉથ રિઝ, સોબો સેન્ટર, સાઉથ બોપલ, અમદાવાદ શહેર

(૨) મોહિત સ/ઑ ધનેશભાઇ બુલચંદાની ઉ.વ.૨૪ ધંધો. નોકરી રહે.જીવન જ્યોતી ટેનામેન્ટ, વિશ્વકુંજ સોસાયટીની બાજુમાં, વ્રજભુમી એપાર્ટમેન્ટની સામે, પાલડી, અમદાવાદ શહેર

મુદ્દામાલ :

૧. એક મોબાઇલ ફોન

૨. ૬૦ નંગ ચાઈનીઝ તુક્કલ

 

Related Posts