અમદાવાદ, 07 જુલાઈ 2025: રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) એ સાથે મળીને “ઓપરેશન નાર્કોસ” ચલાવ્યું હતું. ગઈકાલે, 06 જુલાઈ 2025 ના રોજ, અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન નંબર 12843 માંથી એક બેગ મળી આવી, જેનો કોઈ માલિક નહોતો. આ બેગમાંથી આશરે 6.300 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે.
આ માહિતી “રેલ મદદ” નામની હેલ્પલાઈન પરથી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.