અમદાવાદ PCBએ સંતરાની આડમાં થતું ‘કટિંગ’ પકડ્યું

શહેરકોટડામાંથી ₹1.02 કરોડના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાયા

by Bansari Bhavsar

અમદાવાદ શહેર: PCB એ શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીયા રોડલાઇન્સના ગોડાઉન નંબર C-4, રામકુમાર મીલ કમ્પાઉન્ડ, સફલ-10ની સામેના વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

​પોલીસને બાતમી મળી હતી કે, અશોક લેલન ટ્રક (નં. HP-64-B-5250)માં સંતરાની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે અને ગોડાઉનમાં તેની હેરાફેરી (કટિંગ) થઈ રહી છે.

​રેડ દરમિયાન પકડાયેલ મુદ્દામાલ અને આરોપીઓ:

​PCBની ટીમે રેડ દરમિયાન કુલ ₹1,02,75,314/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે આરોપીઓની ધરપકડ કરી હતી.

​(1) ભારતીય બનાવટનો વિદેશી દારૂ: 180ml, 375ml, અને 750mlની કુલ 15,996 બોટલો, જેની કિંમત આશરે ₹77,54,784/- થાય છે.

​(2) ટ્રક: દારૂ લાવવામાં આવેલ અશોક લેલન ટ્રક (HP-64-B-5250), જેની કિંમત આશરે ₹25,00,000/- છે.

​(3) અન્ય વસ્તુઓ: બે મોબાઈલ ફોન (₹20,000/-) અને રોકડા ₹530/-.

​(4) સંતરા: 270 કેરેટમાં ભરેલ 4050 કિલો સંતરા, જેનો નાશ સ્થળ પર જ કરવામાં આવ્યો હતો.

​ઝડપાયેલા આરોપીઓ:

​રમેશચંદ રામલાલ ઝુલાહા (કબીરપંથી), ઉંમર 30, રહે. ગામ વાલમ, તા. રામશહેર, પોસ્ટ લુનસ, જિ. સોલન, હિમાચલ પ્રદેશ.

​ફિરોજ ઉર્ફે સલીમ સ/ઓ હાસમભાઇ શેખ, ઉંમર 50, રહે. ઘર નં. 1648, જૈન દેરાસરવાસ, રાજપુર ટૉલનાકા, ગોમતીપુર, અમદાવાદ શહેર.

​PCBએ આ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ દર્શાવે છે કે, બૂટલેગરો દારૂની હેરાફેરી માટે સંતરા જેવા ખાદ્ય પદાર્થોની આડ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો આ પ્રયાસ નિષ્ફળ ગયો છે

Related Posts