અમદાવાદ શહેરમાં ગુનાખોરી અટકાવવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એલ.સી.બી. ઝોન-૫ ની ટીમને મોટી સફળતા મળી છે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા સઘન પેટ્રોલીંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. અમદાવાદ શહેર તથા આસપાસના જિલ્લાઓ (અમદાવાદ ગ્રામ્ય, ખેડા, મહેસાણા અને ગાંધીનગર) માંથી ૨ વર્ષ માટે તડીપાર કરવામાં આવેલ આરોપી અલ્પેશ ઉર્ફે લાલો કબૂતર અંબાલાલ ચૌહાણ (ઉં.વ. ૪૧, રહે. રાજપુર-ગોમતીપુર) ને ગોમતીપુર વિસ્તારમાંથી દેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરુ કરી છે.