અમદાવાદ: બહેરામપુરામાંથી ₹49,000ના MD ડ્રગ્સ સાથે વેપારી ઝડપાયો, સપ્લાયર ફરાર

by Bansari Bhavsar

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં પોલીસે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. સર્વેલન્સ સ્કોડના પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બહેરામપુરા, જેઠાલાલની ચાલી પાસે દરોડો પાડીને મેફેડ્રોન (MD) ડ્રગ્સનું વેચાણ કરતા જાવેદ શેખ નામના 40 વર્ષીય શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

​પોલીસે આરોપીના કબજામાંથી 14 ગ્રામ 820 મિલીગ્રામ MD ડ્રગ્સ (કિંમત ₹44,460) અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹49,460નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો રાશીદ પઠાણ નામના શખ્સે આપ્યો હતો, જે હાલ ફરાર છે. દાણીલીમડા પોલીસે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts