અમદાવાદ એરપોર્ટ પરથી ₹65.69 લાખનું સોનું જપ્ત: જિદ્દાહથી આવેલા ગોધરાના યુવકની અટકાયત

by Bansari Bhavsar

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પેસેન્જર પ્રોફાઈલિંગના આધારે હાથ ધરાયેલી તપાસમાં વિદેશથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલું લાખો રૂપિયાનું સોનું પકડી પાડવામાં આવ્યું છે.

​ઘટનાની વિગતો:

જિદ્દાહથી દોહા થઈને કતાર એરવેઝની ફ્લાઈટ (QR-534) દ્વારા અમદાવાદ પહોંચેલા એક ૨૪ વર્ષીય યુવકની શંકાસ્પદ હિલચાલને પગલે તપાસ કરવામાં આવી હતી. મૂળ ગોધરા (ગુજરાત)ના આ યુવકે પોતાના શરીરમાં ૪૬૭.૦૯ ગ્રામ ગોલ્ડ પેસ્ટ છુપાવી રાખ્યું હતું.

​કસ્ટમ્સ અધિકારીઓએ આ પેસ્ટને પ્રોસેસ કરી ૨૪ કેરેટ શુદ્ધતા ધરાવતી ૪૨૨.૮૩ ગ્રામ સોનાની બાર બનાવી તેને જપ્ત કરી લીધી છે. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત ₹૬૫,૬૯,૦૮૭/- આંકવામાં આવી છે.

​કાયદાકીય કાર્યવાહી:

કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને આરોપી યુવકની ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts