ગાંધીનગર:
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તારીખ 23 ઓક્ટોબર, 2026 ના રોજ રાજ્યના વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર કરતા 17 IAS અધિકારીઓની બદલી અને વધારાના પ્રભાર (Additional Charge) અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યપાલશ્રીના હુકમથી મુખ્ય સચિવ (કાર્મિક) ડૉ. ટી. નટરાજન દ્વારા આ હુકમ જારી કરાયો છે.
બદલી અને નિમણૂકની મુખ્ય વિગતો:
આલોક કુમાર પાંડે (IAS 2006): સચિવ, આદિજાતિ વિકાસ વિભાગને તેમના વર્તમાન પદની સાથે ‘કમિશનર ઓફ રિલીફ અને એક્સ-ઓફિશિયો સચિવ (મહેસૂલ વિભાગ)’ નો વધારાનો પ્રભાર સોંપાયો છે (ગૌરાંગભાઈ એચ. મકવાણાને આ પદના વધારાના પ્રભારમાંથી મુક્ત કરાયા).
જી. ટી. પંડ્યા (IAS 2011): વધારાના સચિવ (શિક્ષણ વિભાગ) ની બદલી કરીને તેમની માહિતી નિયામક (Director of Information), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગૌરાંગભાઈ એચ. મકવાણા (IAS 2012): એમ.ડી. (UGVCL, મહેસાણા) ને તેમના વર્તમાન પદ સાથે iNDEXT-B, ગાંધીનગરના એમ.ડી. તરીકેનો વધારાનો પ્રભાર સોંપાયો છે.
એસ. કે. પ્રજાપતિ (IAS 2012): કલેક્ટર, મહેસાણાની બદલી કરીને ગાંધીનગર ખાતે વધારાના ગ્રામીણ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.
ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી (IAS 2013): વધારાના સચિવ (કાયદો અને વ્યવસ્થા, ગૃહ વિભાગ) ની બદલી કરીને કલેક્ટર, મહેસાણા તરીકે નિયુક્તિ કરાઈ છે.
પ્રવીણ ચૌધરી (IAS 2014): કલેક્ટર, આણંદની બદલી કરીને ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ CEO, સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા SIR અને મંડલ-બેચરાજી SIR), ગાંધીનગર તરીકે મુકાયા છે.
એમ. જે. દવે (IAS 2014): ડી.ડી.ઓ. (બાંસકાંઠા-પાલનપુર) ની બદલી કરીને કલેક્ટર, વાવ-થરાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઉત્સવ ગૌતમ (IAS 2018): ડી.ડી.ઓ. (કચ્છ-ભુજ) ની બદલી કરીને કલેક્ટર, આણંદ તરીકે નિમણૂક કરાઈ છે.
સી. સી. કોટક (IAS 2018): ડેપ્યુટી ડીજી (સ્પિપા) ની બદલી કરીને પંચાયત, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સ્પેશિયલ ડાયરેક્ટર, SIRD (અમદાવાદ) તરીકે મુકાયા છે.
રામ નિવાસ બુગાલિયા (IAS 2019): ડી.ડી.ઓ. (તાપી) ની બદલી ડી.ડી.ઓ., બનાસકાંઠા-પાલનપુર તરીકે કરાઈ છે.
અતિરાગ ચપલોત (IAS 2019): ડી.ડી.ઓ. (વલસાડ) ની બદલી ડી.ડી.ઓ., કચ્છ-ભુજ તરીકે કરાઈ છે.
સચિન કુમાર (IAS 2019): ડી.ડી.ઓ. (છોટાઉદેપુર) ની બદલી કરીને નાયબ સચિવ (કાયદો અને વ્યવસ્થા), ગૃહ વિભાગ, ગાંધીનગર બનાવાયા છે.
કુ. વંદના મીના (IAS 2022): પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (મહિસાગર) ની બદલી ડી.ડી.ઓ., વલસાડ તરીકે કરવામાં આવી છે.
રાજેશ કુમાર મૌર્યા (IAS 2022): પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (સોનગઢ, તાપી) ની બદલી ડી.ડી.ઓ., અમરેલી તરીકે કરાઈ છે.
સ્વપ્નિલ મહાદેવ સીસલે (IAS 2022): પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (વાંસદા, નવસારી) ની બદલી ડી.ડી.ઓ., તાપી તરીકે કરવામાં આવી છે.
ઓમકાર રાજેન્દ્ર શિંદે (IAS 2022): પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (છોટાઉદેપુર) ની બદલી ડી.ડી.ઓ., છોટાઉદેપુર તરીકે કરવામાં આવી છે.
બી. એન. પટેલ (IAS 2022): એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત ગેસ લિમિટેડ) ની બદલી કરીને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ મહાનિદેશક (Director General), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તરીકે મૂકવામાં આવ્યા છે.