​ધંધુકા પોલીસે રૂ. ૩.૧૩ લાખથી વધુના વિદેશી દારૂ અને કાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

by Bansari Bhavsar

​ધંધુકા:

​અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત ધંધુકા પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે. તગડી ગામ પાસે રેલવે ફાટક નજીક દરોડો પાડી પોલીસે રૂ. ૧,૦૮,૯૧૨ની કિંમતનો વિદેશી દારૂ, મોબાઇલ અને સ્વિફ્ટ કાર મળી કુલ રૂ. ૩,૧૩,૯૧૨નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી છે.

​ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી

​પોલીસ મહાનિરિક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહિબિશન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર, ઇ. નાયબ પોલીસ અધિક્ષક (ધંધુકા વિભાગ) શ્રી આસ્થા રણા તથા ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

​દરમિયાન અ.પો.કો. પ્રકાશભાઇ ઉદેસંગભાઇને મળેલ ચોક્કસ બાતમી આધારે બરવાળા તરફથી ધંધુકા તરફ આવી રહેલી કાળા રંગની સ્વિફ્ટ કાર (રજી. નં. GJ-38-BF-9838) ને તગડી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક રોકવામાં આવી હતી.

​ગાડીમાંથી મળ્યો દારૂનો જથ્થો

​પોલીસે સ્વિફ્ટ કારની પાછળની સીટમાં તપાસ કરતા પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલીને જોતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલબંધ કાચની કુલ ૧૯૨ બોટલો (કિંમત રૂ. ૧,૦૮,૯૧૨/-) મળી આવી હતી.

​જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:

​વિદેશી દારૂ: ૧૯૨ નંગ (કિંમત રૂ. ૧,૦૮,૯૧૨/-)

​એન્ડ્રોઇડ મોબાઇલ: ૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-)

​સ્વિફ્ટ ગાડી (GJ-38-BF-9838): ૧ નંગ (કિંમત રૂ. ૨,૦૦૦,૦૦૦/-)

​કુલ મુદ્દામાલ: રૂ. ૩,૧૩,૯૧૨/-

​પકડાયેલ આરોપી

​પોલીસે ઘટનાસ્થળેથી નીચે જણાવેલ આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે:

​સાકીરહુસેન ઉર્ફે ભાણો આરીફભાઇ મેમણ (નુરાણી)

(રે. નશીબ સોસાયટી, તા. ધંધુકા, જી. અમદાવાદ)

​કામગીરી કરનાર પોલીસ ટીમ

​આ સફળ કામગીરીમાં ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.દેસાઇ, અ.હે.કો. મહિપાલસિંહ વિક્રમસિંહ, અ.હે.કો. મહેશભાઇ ધરમશીભાઇ, આ.પો.કો. ગીરીશભાઇ રવજીભાઇ, આ.પો.કો. પ્રકાશભાઇ ઉદેસંગભાઇ, અ.પો.કો. મેહુલભાઇ અંબારામભાઇ તથા વુ.પો.કો. ગાયત્રીબેન ઇશ્વરભાઇ સામેલ રહ્યા હતા.

Related Posts