અમદાવાદ: સરખેજમાં બંગલોનું બારીનું સ્લાઇડર તોડી ૧.૫૦ લાખની ચોરી, પોલીસ તપાસ શરૂ

by Bansari Bhavsar

​અમદાવાદ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ઝવેરી સર્કલ પાસે, મુમતપુરા રોડ પર સ્થિત બંગલોમાંથી લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. મકાનમાં વિન્ડો સ્લાઇડર ખોલીને અંદર ઘૂસેલા અજાણ્યા ચોરે સોનાના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ. ૧,૫૦,૦૦૦ ની મિલકત ચોરી કરી પલાયન થઈ ગયો છે.

​શું હતી સમગ્ર ઘટના?

​સરખેજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, મન ૧૯ ગાલા બંગલોઝ (ઝવેરી સર્કલ પાસે, મુમતપુરા રોડ) ખાતે રહેતા સૌરભ ઓમ અગ્રવાલના મકાનમાં આ ચોરીની ઘટના બની છે.

​ફરિયાદી સૈયલ રણછોડભાઈ પટેલ (ઉં.વ. ૫૧) જેઓ એજીઓસ પોલી ફિલ્િમસ પ્રા.લી.માં એડમિન મેનેજર તરીકે કામ કરે છે, તેમણે જણાવ્યું હતું કે તા. ૧૨/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રે ૨૨:૦૦ કલાકથી તા. ૧૩/૧૦/૨૦૨૬ ના સવારના ૦૬:૩૦ કલાક દરમિયાન અજાણ્યા ઇસમે બંગલાના પાછળના ભાગે સીડી મૂકી પ્રથમ માળે આવેલા બેડરૂમની સ્લાઇડરવાળી બારી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો.

​ચોરાયેલી મિલકતની વિગતો:

​ચોર ઇસમેં ડ્રેસિંગ રૂમના કબાટમાંથી નીચે મુજબનો સામાન ચોરી કર્યો હતો:

​સોનાની બુટ્ટીની જોડ તથા બે વીંટી: આશરે કિંમત રૂ. ૫૦,૦૦૦

​ઓફિસ બેગમાં રાખેલ રોકડ: આશરે રૂ. ૩૦,૦૦૦

​પર્સમાં રાખેલ રોકડ: આશરે રૂ. ૨૦,૦૦૦

​કુલ ચોરાયેલ રકમ/મિલકત: રૂ. ૧,૫૦,૦૦૦

​પોલીસ તપાસ ચાલુ

​ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ (૧૧૨) પર સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આંબલી પોલીસ ચોકીના પો.સ.ઇ. તથા સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એસ. સેલારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૩૩૧(૪) અને ૩૦૫(a) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

​

Related Posts