અમદાવાદ | ૨૫ ઓક્ટોબર ૨૦૨૬:
અમદાવાદ શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા અને અણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનરશ્રી અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવ અંતર્ગત ઇસનપુર પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. ઇસનપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે સૂર્યનગર ગરનાળા પાસેથી ઝડપાયા આરોપીઓ
ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્કોડના પીએસઆઈ સી.એલ. રબારી તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ મનુભાઈ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, બે ઇસમો સૂર્યનગર ગરનાળા પાસે શંકાસ્પદ હાલતમાં ચોરીના મોટરસાઇકલ સાથે બેઠા છે.
આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે શખ્સોને એક નંબર પ્લેટ વગરની યામહા MT-15 મોટરસાઇકલ અને એક રોયલ એનફિલ્ડ ક્લાસિક-૩૫૦ બુલેટ સાથે ઝડપી લીધા હતા. વાહનોના કાગળો માંગતા તેઓ કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બંને બાઇક રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને વાહનો કબજે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ તા. ૨૪/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૨૦:૧૫ વાગ્યે કાયદેસરની અટકાયત કરી છે.
પકડાયેલા આરોપીઓની વિગત:
૧. તુષાર સુરેશભાઈ કસ્તુરભાઈ ચુનારા (ઉ.વ. ૨૦, ધંધો: વેપાર, રહે. ખજુરી મસ્જિદની પાછળ, ચુનારાવાસ, વટવા, અમદાવાદ શહેર)
૨. મોઇનખાન યાસીનખાન પઠાણ (ઉ.વ. ૨૦, રહે. પઠાણનો મહલ્લો, જામા મસ્જિદની પાછળ, હાથીજણ ગામ, અમદાવાદ ગ્રામ્ય)
કબ્જે કરાયેલ મુદ્દામાલ (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-):
રોયલ એનફિલ્ડ ક્લાસિક-૩૫૦ બુલેટ: (RTO નંબર: GJ.27.DD.8830), અંદાજિત કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/-
યામહા MT-15 મોટરસાઇકલ: (નંબર પ્લેટ વગરની), અંદાજિત કિંમત રૂ. ૫૦,૦૦૦/-
ઉકેલાયેલા ગુનાઓની વિગત:
આ કાર્યવાહીથી રામોલ પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) હેઠળ નોંધાયેલા નીચે મુજબના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે:
૧. રામોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૪૨૬૦૭૭૮/૨૦૨૬
૨. રામોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૪૨૬૧૨૩૧/૨૦૨૬
સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરી ઇસનપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. સી.એલ. રબારી તથા અ.હેડ.કો. ભરતભાઈ મનુભાઈ, અ.પો.કોન્સ. શક્તિસિંહ જગદીશસિંહ, રાજુભાઈ વિહાભાઈ, દિલજીતસિંહ નરેન્દ્રસિંહ અને જયેશભાઈ મધુુભાઈ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.