અમદાવાદ: નરોડા પોલીસે મર્ડર કેસનો ઉકેલ લાવ્યો, ઝોન-4 LCB સાથે મળી 3 આરોપીઓની કરી ધરપકડ

by Bansari Bhavsar

​અમદાવાદ (વિશેષ પ્રતિનિધિ):

​અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યા (મર્ડર)ની ગંભીર ઘટનાનો ઝોન-૪ એલ.સી.બી. (LCB) અને નરોડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી મળ્યો સફળતાનો માર્ગ

​શહેરમાં શરીર સંબંધી ગુનાઓ રોકવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ નરોડા પોલીસ તેમજ LCBની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) અને ૫૪ હેઠળ નોંધાયેલા મર્ડરના ગુનામાં ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે:

​સીસીટીવી ફુટેજ (CCTV Footage)નું બારીકાઈથી ચેકિંગ કર્યું,

​હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો)નો ઉપયોગ કર્યો,

​ટેકનિકલ એનાલીસીસના આધારે તપાસ તેજ કરી.

​આ સઘન તપાસના અંતે પોલીસ સર્વેલન્સ સ્કોડ અને LCBની ટીમે ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓને એકસાથે દબોચી લીધા હતા.

​ઝડપાયેલા આરોપીઓની વિગત

​૧. મયંક અરવિંદભાઈ સોલંકી (ઉં.વ. ૨૧)

​હાલ રહેવાસી: આગમન રેસિડેન્સી, નરોડા કેનાલ પાસે, નરોડા, અમદાવાદ.

​મૂળ વતન: ગામ હરસોલ, તા. તલોદ, જી. સાબરકાંઠા.

​૨. રોહન દિનેશભાઈ સોલંકી (ઉં.વ. ૨૨)

​હાલ રહેવાસી: વૃંદાવન રેસિડેન્સી, વિઠ્ઠલ પ્લાઝાની પાછળ, નરોડા, અમદાવાદ.

​મૂળ વતન: ગામ વાસણી, તા. બાયડ, જી. અરવલ્લી.

​૩. રશ્મિકાંતભાઈ ઉર્ફે જેણીયો મહેન્દ્રભાઈ મકવાણા (ઉં.વ. ૩૫)

​હાલ રહેવાસી: સુવિધા પાર્ક સોસાયટી, નવા નરોડા, અમદાવાદ.

​મૂળ વતન: ગામ ઝીંજવા, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા.

​ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ ટીમ

​આ જટિલ ગુનાનો ભેદ ઉકેલવામાં નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ. બી.એમ. કાતરીયા, સેકન્ડ પી.આઈ. એસ.એ. કોટડીયા, LCB પી.એસ.આઈ. એસ.એમ. પટેલ, તથા ઇન્ચાર્જ સર્વેલન્સ સ્કોડ પી.એસ.આઈ. બી.એમ. જોગડા સહિત ઝોન-૪ LCB અને નરોડા પોલીસની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

Related Posts