અમદાવાદ શહેરમાં નવનર્મિત હંસપુરા પોલીસ સ્ટેશનનો પ્રારંભ: જાણો કયા વિસ્તારોનો થશે સમાવેશ

by Bansari Bhavsar

​અમદાવાદ:

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રીના હુકમ અને માર્ગદર્શન હેઠળ આજે તા. ૦૫/૧૧/૨૦૨૩ ના રોજ અમદાવાદ શહેરમાં નવા હંસપુરા પોલીસ સ્ટેશન ની શરૂઆત કરવામાં આવી છે.

​આ નવનર્મિત પોલીસ સ્ટેશન પાણી પુરવઠા બોર્ડની કચેરી, વસંત વિહાર વિભાગ-૨ ની બાજુમાં, નવા નરોડા પાંજરાપોળ પાસે કાર્યરત કરવામાં આવ્યું છે. નાગરિકોની સુવિધા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર અને ઈમેલ આઈડી નીચે મુજબ છે:

​મોબાઈલ નં: 9274372992, 079 2991015

​ઈમેલ આઈડી: Polstn-hans-ahd@gujarat.gov.in

​હંસપુરા પોલીસ સ્ટેશનની હદ (વિસ્તાર):

​આ નવા પોલીસ સ્ટેશન હેઠળ નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે:

​નરોડા દહેગામ સર્કલથી નરોડા સ્મશાન સુધી

​નરોડા સ્મશાનથી કેનાલ પર નવા બનેલા રોડ સુધી

​કેનાલ પર નવા બનેલા રોડથી રાજીવ પાર્ક કેનાલ સુધી

​રાજીવ પાર્ક કેનાલથી બાપા સીતારામ ચોક સુધી

​બાપા સીતારામ ચોકથી શુકન ચાર રસ્તા સુધી

​શુકન ચાર રસ્તાથી ભક્તિ સર્કલ સુધી

​ભક્તિ સર્કલથી રીંગરોડ અને રીંગરોડથી દહેગામ સર્કલ સુધીનો વિસ્તાર

Related Posts